News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદવાદની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે આજરોજ (૧૮ એપ્રિલ) કુલ ૧૬ ફોર્મ ઉપડ્યા જ્યારે કુલ ૧૮ ફોર્મ રજૂ થયા છે. જે પૈકી અમદાવાદ પૂર્વ બેઠક માટે ૯ ફોર્મ ઉપડ્યા, ૧૪ ફોર્મ રજૂ કરાયા, જ્યારે અમદવાદ પશ્ચિમ માટે ૮ ફોર્મ ( Forms ) ઉપડ્યા, ૪ ફોર્મ રજૂ કરાયા છે. આમ, બંને બેઠકો પર અત્યારસુધીમાં કુલ ૧૮૦ ફોર્મ ઉપડ્યાં, ૩૯ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ – અમદાવાદ ( Ahmedabad ) પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.
આ સમાચાર પણ વાંચો : Karnataka: કર્ણાટકમાં ફૈયાઝે ધોળે દાડે કોંગ્રેસ કોર્પોરેટર ની દીકરી નેહાને મારી નાખી. કારણ.. પ્રેમનો અસ્વીકાર…
Lok Sabha Election 2024: અમદાવાદ સમક્ષ આજે સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે
જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર ( candidacy letter ) મેળવીને ભરી શકાશે.
આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારીની ( Election Officer ) કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.