News Continuous Bureau | Mumbai
Organ Donation : અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં (civil hospital) ૧૩૭ મું અંગદાન થયું છે.અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે. ૧૪ મી નવેમ્બરે હેમરેજ થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ૭ દિવસની સઘન સારવાર ના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં. ૭ દિવસ જીંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝુમી જ્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરંતુ આવી દુ:ખની ઘડીમાં પણ પરોપકાર ભાવ સાથે પરિજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને ત્રણ જરુરિયાતમંદોના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો.
આ સમાચાર પણ વાંચો : Utpanna Ekadashi 2023 : આ દિવસે ઊજવાશે ઉત્પન્ના એકાદશી, ભગવાન વિષ્ણુની ભક્તિનું મહત્ત્વ, જાણો પૂજા પદ્ધતિ વિશે!
બ્રેઇન ડેડ રાજારામના અંગોના રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ જેને સિવિલ મેડિસિબે કિડની અને એક લીવરનું દાન મળ્યુ છે સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. કિડની હોસ્પિટલમા દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશીએ આ અંગદાનના સંદર્ભે જણાવ્યું હતું કે, દિવાળી બાદ નવા વર્ષમાં આ જયસ્વાલ પરિવાર તરફથી કરવામાં આવેલ અંગદાને માનવતાની મિસાલ પ્રસ્થાપિત કરી છે. સિવિલમાં અત્યારસુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૪૦ અંગો મળ્યાં છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.