News Continuous Bureau | Mumbai
Postal Court: ટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ, અમદાવાદની કચેરી ખાતે 30-04-2024નાં રોજ બપોરે 4 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ( Senior Superintendent of Post Office ) (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રુપે સાંભળશે અને સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરશે.
અમદાવાદની ( Ahmedabad ) પોસ્ટ ઓફિસરની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુર, અમદાવાદ- 380009ને મોકલાવી જેથી નિયત તારીખ 25-04-2024 સુધી કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ( Complaints ) ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Infosys Dividend: નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્ર એકાગ્રાને બમ્પર ડિવિડન્ડથી સંપત્તિ મળશે, આટલા કરોડની કમાણી થશે..
ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.