Pension Court: પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પેન્શન અદાલત

Pension Court: પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ-380009 ખાતે તારીખ 27 જૂન, 2024ના રોજ બપોરે 4-00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

by Hiral Meria
Pension Court for settlement of questions relating to postal pensioners

News Continuous Bureau | Mumbai 

Pension Court: પોસ્ટલ પેન્શનરને ( Postal Pensioners ) લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ-380009 ખાતે તારીખ 27 જૂન, 2024ના રોજ બપોરે 4-00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. 

આ અંગેની ફરિયાદો 25 જૂન, 2024 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ ( Ahmedabad )   શહેર વિભાગ, અમદાવાદ- 380009ને મોકલવાની રહેશે. તારીખ 25/06/2024 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને ( post office ) લગતી ફરિયાદો પુરતી મર્યાદીત રહેશે.

આ સમાચાર પણ વાંચો:  International Yoga Day: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઇ

વધુમાં ભારતીય ડાક વિભાગ ( Indian Postal Department ) દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ” ( Digital Life Certificate ) ની સેવા IPPBના સહકારથી દરેક પેન્શનરોને ડિજિટલી “જીવન પ્રમાણપત્ર” ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની શરૂઆતથી પેન્સનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like