News Continuous Bureau | Mumbai
Pension Court Ahmedabad: પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ-380009 ખાતે તારીખ 24-12-2024 ના રોજ 16.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ પેન્શન અદાલતમાં ( Pension Court ) પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.
આવી ફરિયાદો 19-12-2024 સુધીમાં પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ ( Ahmedabad ) – 380009ને મોકલવાની રહેશે. તારીખ 19-12-2024 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.
આ પેન્શન અદાલત અમદાવાદ ( Pension Court Ahmedabad ) શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પુરતી મર્યાદીત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Yuva Adan Pradan Karyakram: નહેરૂ યુવા કેન્દ્ર, સુરતે યોજી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંગે બેઠક, જમ્મુ કાશ્મીરના આ આતંકવાદ પ્રભાવિત જિલ્લાઓના યુવાઓ લેશે મુલાકાત..
વધુમાં ભારતીય ડાક વિભાગ ( Indian Postal Department ) દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ” ની સેવા IPPBના સહકાર થી દરેક પેન્શનરોને ડિજિટલી “જીવન પ્રમાણપત્ર” ( Digital Life Certificate ) ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરેલ છે. આ સેવાની શરૂઆત થી પેન્સનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.
વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડ માં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.