Pension Court: ટપાલ વિભાગના નિવૃત કર્મચારીઓના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (હેડ ક્વાર્ટર પરિક્ષેત્ર)ની કચેરી, સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 ખાતે તા. 29.01.2025ના રોજ 11.00 વાગ્યે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
હેડ ક્વાર્ટર ક્ષેત્ર, અમદાવાદને લગતી પેન્શન અંગેની ફરિયાદો વરિષ્ઠ લેખાધિકારી, પેન્શન સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (હેડ ક્વાર્ટર ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને મોડામાં મોડી તા. 23.01.2025 સુધઈમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતાં વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મુંબઈની મુલાકાતે, NUCFDC કોર્પોરેટ ઓફિસનું કરશે ઉદ્ઘાટન
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.