માતાના ખબર અંતર પૂછવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા, 7 તબીબો કરી રહ્યા છે સારવાર

Check dam named after PM Modi's mother Hiraba in Rajkot

 News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. વડાપ્રધાન નિષ્ણાત તબીબો પાસેથી માહિતી મેળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત આજે સવારે લથડી હતી. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.

વડાપ્રધાન મોદી માતાની તબિયત નાદુરસ્ત થતા તુરંત જ દિલ્હીથી અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. હીરાબાના સ્વાસ્થ્યને લઈને અત્યારે તેઓ ડૉક્ટરો સાથે વાતચીત કરી રહ્યા છે. 7 તબીબો અત્યારે સારવાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના થઈ સવા કલાકમાં અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે. ત્યાં તેમના બ્લડ રીપોર્ટ વગેરે કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: કોરોનાના તાજા આંકડા જાહેર, ગઈકાલ કરતા આજે વધુ કેસ, વિદેશથી અત્યાર સુધીમાં 41 લોકો સંક્રમિત

પીએમ મોદીના ભાઈને ગઈકાલે નડ્યો હતો અકસ્માત

પીએમ મોદીના નાના ભાઈ મંગળવારે કાર અકસ્માત નડ્યો હતો. ગઈકાલે તેઓ કર્ણાટક મૈસુરમાં અકસ્માત થતા ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીનો કાર અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર તેઓ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે બાંદીપુર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર કર્ણાટકના મૈસુર નજીક ડિવાઈડર સાથે અથડાઈ હતી. પ્રહલાદ મોદીને તેમના પરિવાર સાથે જેએસએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જો કે, એવું કહેવાય છે કે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને તે અત્યારે સુરક્ષિત છે.

કોરોના કાળમાં રસી લઈને લોકોમાં એક દાખલો બેસાડ્યો હતો

હિરાબેન મોદીએ કોરોનાના સમયગાળા દરમિયાન રસી લીધી જ્યારે લોકો તેને લેતા ડરે. હીરાબાનું આ પગલું જોઈને સમાજના અનેક લોકો રસી લેવા આગળ આવ્યા હતા. એટલું જ નહીં, તે મતદાન મથકે જઈને ચૂંટણીમાં મતદાન પણ અચુકથી તેઓ કરે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *