News Continuous Bureau | Mumbai
Ahmedabad: અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 22-03-2024ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ ડાક અદાલતમાં ( Postal Court ) ફક્ત અમદાવાદ જી.પી.ઓની ( Ahmedabad G.P.O. Postal Service ) ટપાલ ખાતાની સેવાઓ ( Postal Services ) જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat: ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો, PM મોદીએ ગુજરાતના નવા કોચરબ આશ્રમનું કર્યું ઉદ્ઘાટન..
આવી ફરિયાદો તારીખ 18-03-2024 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ, 18-03-2024 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.