Pension Court: ટપાલ સેવા તથા પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત

Pension Court: ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 16.07.2024ને મંગળવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

by Hiral Meria
Postal Pension Court for resolution of questions related to postal service and pension

News Continuous Bureau | Mumbai

Pension Court:  ટપાલ સેવા તથા પેન્શનને ( Pension ) લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ ( Ahmedabad )  – 380001 ખાતે તા. 16.07.2024ને મંગળવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. 

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ ( Postal Service ) અને પોસ્ટલ પેન્શનને ( Postal Pension ) લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદી આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (કંપ્લેઇન્ટ ઓફિસર), કંપ્લેઇન્ટ સેકસન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001 અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-380001ને મોડામાં મોડી તારીખ- 11.07.2024ને ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Vehicle Theft: મુંબઈ ટુ વ્હીલરની ચોરીના આંકડામાં થયો મોટો વધારો; છેલ્લા પાંચ મહિનામાં વાહન ચોરીનો આંકડો પહોંચ્યો હજારોમાં

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like