News Continuous Bureau | Mumbai
BIS Ahmedabad Quality Walkathon: ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS અમદાવાદ ( BIS Ahmedabad ) દ્વારા માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 27મી ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લોઅર પ્રોમેનેડ, સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ વેસ્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 1000 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની ( Quality Walkathon ) શરૂઆત યોગ અને ઝુમ્બા સાથે કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: PM Modi Tejasvi Surya: BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ આયર્નમેન ચેલેન્જને કર્યું સફળતાપૂર્વક પૂર્ણ, PM મોદીએ પ્રશંસા કરતા કહી ‘આ’ વાત..
આ કાર્યક્રમમાં શ્રી દિનેશ સિંહ કુશવાહ, ધારાસભ્ય, બાપુનગર, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિકસિત ભારત @ 2047ના વિઝનમાં ભારતીય માનક બ્યુરોના યોગદાન વિશે વાત કરી અને માનક ચિહ્નિત સામાનની ખરીદી પર ભાર મૂક્યો. શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS, અમદાવાદ એ પણ બધાને ગુણવત્તાની ( World Standards Day ) પ્રતિજ્ઞા લેવડાવી.
આ વોકથોનને શ્રી દિનેશ સિંહ કુશવાહા, ધારાસભ્ય અને શ્રી સુમિત સેંગર નિદેશક અને પ્રમુખ, BIS, અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.