News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
1) ટ્રેન નં. 12267 મુંબઈ-હાપા દુરન્તો એક્સપ્રેસના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.50/04.55 કલાકને બદલે 04.45/04.50 કલાક રહેશે.
2) ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 05.00/05.05 કલાકને બદલે 04.55/05.00 કલાકે, વિરમગામ સ્ટેશન પર 06.23/06.25 કલાકને બદલે 06.15/06.17 કલાકે રહેશે.
3) ટ્રેન નં. 19270 મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.40/03.42 કલાકને બદલે 03.15/03.17 કલાકે, ચાંદલોડિયા B સ્ટેશન પર 04.40/04.45 કલાકને બદલે 04.30/04.35 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.44/05.46 કલાકને બદલે 05.32/05.34 કલાકે રહેશે.
4) ટ્રેન નં. 20914 દિલ્લી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.15/03.17 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.
આ સમાચાર પણ વાંચો : Western Railway Block : લોકલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર, પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં 36 કલાકનો બ્લૉક,160 થી વધુ લોકલ રહેશે રદ્દ..
5) ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, સિદ્ધપુર સ્ટેશન પર 03.15/03.17 કલાકને બદલે 02.46/02.48 કલાકે, ઉંઝા સ્ટેશન પર 03.32/03.34 કલાકને બદલે 03.04/03.06 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.24/03.26 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.
6) ટ્રેન નં. 22932 જેસલમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.20/04.22 કલાકને બદલે 04.55/04.57 કલાકે, ઉંઝા સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 05.32/05.34 કલાકે, મહેસાણા સ્ટેશન પર 05.28/05.30 કલાકને બદલે 05.52/05.54 કલાકે અને કલોલ સ્ટેશન પર 06.03/06.05 કલાકને બદલે 06.26/06.28 કલાકે, સાબરમતી સ્ટેશન પર 06.34/06.36 કલાકને બદલે 06.47/06.49 કલાકે રહેશે.
7) ટ્રેન નં. 20984 દિલ્લી સરાઈ રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.45/04.47 કલાકને બદલે 04.05/04.10 કલાકે, ભીલડી સ્ટેશન પર 05.25/05.27 કલાકને બદલે 04.50/04.52 કલાકે, ભાભર સ્ટેશન પર 05.59/06.01 કલાકને બદલે 05.24/05.26 કલાકે, ભચાઉ સ્ટેશન પર 08.32/08.34 કલાકને બદલે 07.59/08.01 કલાકે, ગાંધીધામ સ્ટેશન પર 09.30/09.45 કલાકને બદલે 09.05/09.20 કલાકે, અંજાર સ્ટેશન પર 10.10/10.12 કલાકને બદલે 09.45/09.47 કલાકે રહેશે તથા ભુજ સ્ટેશન પર આગમન 11.30 કલાકને બદલે 11.05 કલાકે રહેશે.
8) ટ્રેન નં. 19027 બાન્દ્રા ટર્મિનસ-જમ્મૂ તવી એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય મહેસાણા સ્ટેશન પર 20.40/20.42 કલાકને બદલે 20.16/20.18 કલાકે તથા પાલનપુર સ્ટેશન પર 22.18/22.20 કલાકને બદલે 22.05/22.10 કલાકે રહેશે.
ટ્રેનોના રોકાણ, આગમન/પ્રસ્થાન સમય સહિત અન્ય અદ્યતન માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.