Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને અમદાવાદથી પટના માટે આ બે સ્પેશિયલ ટ્રેન, મુસાફરોની સુવિધામાં થશે વધારો..

Railway News : બંને દિશામાં ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુરવાડા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.

by kalpana Verat
Railway News Western Railway will run two special trains from Sabarmati and Ahmedabad to Patna

News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી-પટના અને અમદાવાદ-પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ( Special train ) વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ (કુલ 22 ફેરા)

ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ 16 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે સાબરમતી ( Sabarmati ) થી 18:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02:00 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 પટના-સાબરમતી સ્પેશિયલ 18 એપ્રિલ 2024 થી 27 જૂન 2024 સુધી દર ગુરુવારે પટના ( Patna ) થી 05:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:30 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી નો એક કોચ, સ્લીપર ક્લાસના 08 કોચ અને જનરલ ક્લાસના 10 કોચ રહેશે.

આ સમાચાર પણ વાંચો : DRDO : ભારતીય સેનાએ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ, જુઓ વિડીયો

ટ્રેન નંબર 09493/09494 અમદાવાદ-પટના-અમદાવાદ સ્પેશિયલ (કુલ 22 ફેરા)

ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સ્પેશિયલ 21 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી દર રવિવારે અમદાવાદથી 16:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:45 કલાકે પટના પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 02 જુલાઈ 2024 સુધી દર મંગળવારે પટનાથી 01:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:10 કલાકે અમદાવાદ પહોંચશે માર્ગમાં બંને દિશામાં ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુરવાડા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.

ટ્રેન નંબર 09405 અને 09493નું બુકિંગ 15 એપ્રિલ, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More