News Continuous Bureau | Mumbai
Ahmedabad Mandal: પશ્ચિમ રેલવેના ( Western Railway ) મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળના 6 રેલ કર્મચારીઓને ( Railway employees ) સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ દ્વારા યોગદાન આપવા બદલ હેડ ઓફિસ, ચર્ચગેટમાં સન્માનિત કર્યા. આ કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ તથા એપ્રિલ 2024 દરમિયાન ડ્યૂટીમાં તેમની સતર્કતા તથા અમંગળ ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન અને પરિણામસ્વરૂપ સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા.

Six railway employees of Ahmedabad Mandal received Mahaprabandhak ( General Manager ) Sanraksha Award
અમદાવાદ મંડળના ( Ahmedabad Mandal ) સંરક્ષા મેડલ અને પ્રમાણ પત્રથી સન્માનિત ( Honored ) રેલવે કર્મચારીઓમાં શ્રી અમિત ત્રિવેદી – સહાયક લોકો પાયલોટ અમદાવાદ, શ્રી રાજકુમાર ગુર્જર – સહાયક લોકો પાયલોટ અમદાવાદ, શ્રી સુનીલ કુમાર દાસ – ટ્રેન મેનેજર ગાંધીધામ, શ્રી રજનીશ કુમાર – ટ્રેન મેનેજર વટવા, શ્રી ધવલ સોલંકી – સ્ટેશન માસ્ટર ભંકોડા, શ્રી અમરદીપ એસ. પાટિલ લોકો પાયલોટ કાંકરીયા સામેલ છે.
આ સમાચાર પણ વાંચો: Hardik Pandya: હાર્દિક પંડ્યાએ દિનેશ કાર્તિક સાથે પણ સ્લેજિંગ કર્યું હતું, આ અનુભવી ખેલાડીએ કર્યો ખુલાસો.. જાણો વિગતે.
મહાપ્રબંધક ( General Manager ) શ્રી મિશ્ર એ સન્માનિત ( Mahaprabandhak Sanraksha Award ) કરવામાં આવેલા કર્મચારીઓની સતર્કતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેઓ તમામ કર્મચારીઓ માટે અનુકરણીય આદર્શ છે. સન્માનિત કરવામાં આવેલા કર્મચારીઓએ સંરક્ષાના વિવિધ ક્ષેત્રો જેવા કે રેલવે અને ટ્રેક ફ્રેક્ચરને શોધવા, અમંગળ ઘટનાઓને રોકવા માટે આકસ્મિક બ્રેક લગાવવી, કોચીઝમાં ઉઠનારા ધુમાડાને ઓલવવા, બેક બાઈન્ડીંગ લટકતી વસ્તુઓને શોધવી વગેરે જેવા સંરક્ષાથી સંબંધિત કામ કરતાં ટ્રેનોના સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવામાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દેખાડી.

Six railway employees of Ahmedabad Mandal received Mahaprabandhak ( General Manager ) Sanraksha Award
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.