News Continuous Bureau | Mumbai
Special Train: ઉત્તર મધ્ય રેલ્વેના આગ્રા ડિવિઝન પર ટુંડલા-આગ્રા ફોર્ટ સેક્શનના કુબેરપુર સ્ટેશન પર વધારાની લૂપ લાઇન અને ગુડ્સ શેડના વિસ્તરણના સંબંધમાં યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-
-
20 અને 27 ઓગસ્ટ 2024 ના રોજ સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશિયલ ( Sabarmati-Patna Special Train ) તેના નિર્ધારિત રૂટ બાંડીકુઈ-બિચપુરી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બાંદિકૂઈ-બિચપુરી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ અને ટુંડલા સ્ટેશનો પર નહીં જાય.
-
21 અને 28 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સ્પેશિયલ ( Ahmedabad-Patna Special Train ) તેના નિર્ધારિત રૂટ બયાના-પાટલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-પાટલી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.
-
28 ઓગસ્ટ, 2024ના રોજ, પટનાથી દોડતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ ( Patna-Ahmedabad Express Train ) તેના નિર્ધારિત રૂટ ટુંડલા-આગ્રા ફોર્ટ-પાટલી-બયાનાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇટાવા-ઉડી મોડ-આગ્રા કેન્ટ-પાટલી થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.
-
23 ઓગસ્ટ, 2024 ના રોજ, રાજકોટથી દોડતી ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ બયાના-પાટલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-પાટલી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.
આ સમાચાર પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલવેએ તહેવારો દરમિયાન યાત્રીઓની સુવિધા માટે અમદાવાદથી ઉપડનારી આ 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કર્યા.
ટ્રેનના સમય, સ્ટોપેજ, રૂટ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.