News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
Express Train: રદ કરાયેલી ટ્રેનો:-
- 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ રદ રહેશે.
- 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
- 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
- 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ રહેશે.
- 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે.
- 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
- 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Cooperation among Cooperatives: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શું છે?
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.