News Continuous Bureau | Mumbai
BIS Ahmedabad : ભારતીય માનક બ્યુરો ( BIS ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણ અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS એ યાંત્રિક, કૃષિ, રાસાયણિક, ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ખોરાક અને કાપડ સહિતના વિવિધક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉચ્ચ-ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, BIS એ ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે સમાન રીતે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી છે.
વર્ષોથી, BIS એ ભારતીય માનકોને ( Indian standards ) વિકસાવવા અને સુધારવા માટે અથાક મહેનત કરી છે જે ગ્રાહકો અને વ્યવસાયો ની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ની ટીમ સાથે, BIS એ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો સાથે સુસંગત છે.
અનુરૂપતા મૂલ્યાંકન આઉટરીચ પ્રવૃત્તિઓના ભાગ રૂપે, BIS અમદાવાદે ગુણવત્તા સભાન ઇન્ડસ્ટ્રી સાથે અસરકારક સંચાર સ્થાપિત કરવા અને જાળવવા માટે માનક સંવાદની નવી પહેલ હાથ ધરી છે. BIS, અમદાવાદ દ્વારા દ્વિતીય માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં BIS કન્ફર્મિટી એસેસમેન્ટ પરિવાર સાથે જોડાયેલા વિવિધ સેગમેન્ટના ઇન્ડસ્ટ્રી તેમના લાયસન્સના ડિજિટલ ઓપરેશનલાઇઝેશનને ( digital operationalization ) લગતી વિવિધ જોગવાઈઓ વિશે અપડેટ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેથી ઇન્ડસ્ટ્રી તેમના વિવિધ ઉત્પાદન સેગમેન્ટના ગુણવત્તાના પાસાઓને પહોંચી વળવામાં સતત ઉત્કૃષ્ટ બને તેની ખાતરી કરી શકાય.

Standards Symposium organized at Ahmedabad by Bureau of Indian Standards (BIS), Ahmedabad
શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ બીઆઈએસ અમદાવાદે ઉપસ્થિત તમામ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને તેમને માનક સંવાદ પહેલ વિશે માહિતી આપી. તેમણે આ મુદ્દા પર ભાર મૂક્યો હતો કે પહેલનો ઉદ્દેશ ઇન્ડસ્ટ્રી સાથે અસરકારક સંચાર સુનિશ્ચિત કરવાનો હતો અને તેથી તમામ સહભાગીઓને સક્રિય ભાગીદારી લેવા અને માનક ઓનલાઈન અને BIS કેર એપ સહિત BISના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઓપરેશનલ પાસાઓ અંગે જો કોઈ પ્રશ્ન હોય તો, તે વ્યક્ત કરવા વિનંતી કરી. તેમણે ઉદ્યોગોને એ સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી હતી કે તેમને આપવામાં આવેલ લીલા છોડ તેમના ફેક્ટરી પરિસરમાં વાવવામાં આવે. તેમણે સહભાગીઓને છોડની વૃદ્ધિને ગુણવત્તામાં ક્રમશઃ સુધારણાના ચિહ્ન તરીકે અને હરિયાળી અને ગુણવત્તા સભાન વિશ્વ તરફ BIS સાથેની ભાગીદારીના સંકેત તરીકે ધ્યાનમાં લેવા વિનંતી કરી.
આ સમાચાર પણ વાંચો: Jagdeep Dhankhar Rajasthan : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે લેશે રાજસ્થાનની મુલાકાત.
શ્રીમતી. આનંદિતા મહેતા, ચીફ ઓપરેટિંગ ઓફિસર, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય નોંધ સંબોધનમાં, તેમણે સામાન્ય ઉપભોક્તા અને અન્ય વપરાશકર્તાઓ માટે વિશ્વાસ અને ગુણવત્તાના પ્રતીક તરીકે ISI ચિહ્નના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે સ્થિરતાના મહત્વ વિશે પણ વિગતે જણાવ્યું અને હાજર રહેલા તમામ ઉદ્યોગોને પોતપોતાના ક્ષેત્રોમાં સ્થિરતાના ધ્યેયો હાંસલ કરવા માટે યોગદાન આપવા વિનંતી કરી.
શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનિક- ડી એ માનકઓનલાઈન પોર્ટલ, તેના કાર્યો અને તેના લાયસન્સધારકોને BIS દ્વારા પ્રદાન કરવામાં આવતા ડિજિટલ સોલ્યુશન્સ પર પ્રસ્તુતીકરણ આપ્યું હતું. માહિતીપ્રદ સત્રનું સમાપન સહભાગીઓને ભારતીય માનકો, પ્રવર્તમાન લાયસન્સ અને વિશેષ ભારતીય માનક મુજબ ઉત્પાદનના પરીક્ષણ માટે હાલની લેબ વિશે સમજાવીને કરવામાં આવ્યું હતું. તેમણે લાઇસન્સધારકોને વિનંતી કરી કે તેઓ BIS વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીનો વધુને વધુ ઉપયોગ કરે.

Standards Symposium organized at Ahmedabad by Bureau of Indian Standards (BIS), Ahmedabad
શ્રી ઈશાન ત્રિવેદી, વૈજ્ઞાનિક-ડી એ અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓમાં તાજેતરના વિકાસ અને લાયસન્સની સરળ કામગીરી માટે ઉત્પાદન બિન-અનુરૂપ માર્ગદર્શિકામાં ફેરફારો વિશે પ્રસ્તુતીકરણ આપ્યું હતું.
શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક-સી એ ગુણવત્તા નિયંત્રણ આદેશોના અમલીકરણ અંગે પ્રસ્તુતીકરણ આપ્યું હતું અને નવા ઘડવામાં આવેલા ભારતીય માનક IS 18648 પર માનક મંથનનું આયોજન કર્યું જે “દરવાજા, બારીઓ અને સ્લાઇડર્સ માટે કામગીરીની જરૂરિયાત” માટે છે.
ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન તમામ પ્રેક્ષકોએ તેમના પ્રશ્નોના નિરાકરણમાં સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દરેક સહભાગીઓને ડિજિટલ વેલકમ કિટ અને છોડ વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી અજય ચંદેલ વૈજ્ઞાનિક-સી BIS અમદાવાદ એ તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો .
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: Piyush Goyal BIMSTEC: પીયૂષ ગોયલે બાંગ્લાદેશના ઘટનાક્રમ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું ‘ BIMSTECના સભ્યોને પુનઃતપાસ કરવાની જરૂર છે..’