News Continuous Bureau | Mumbai
State GST: સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલ માહીતી તથા આનુસાંગિક સંશોધનને આધારે રજી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ગુજરાતના અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા અને વલસાડ સહિત ૩૬ સ્થળોએ આવેલી ૧૧ કોચિંગ ઇન્સ્ટીટ્યુટ સામે સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, વેરાના દરનુ ખોટુ વર્ગીકરણ, વેરાશાખનો ખોટો દાવો તથા તેમજ બિનહિસાબી વેચાણ જેવી કેટલિક અનિયમિતતાઓ ધ્યાનમાં આવેલ હતી. પ્રાથમિક તપાસમાં કરચોરી આશરે રૂ. ૭.૪૯ કરોડ અને કુલ જવાબદારી રૂ. ૧૧.૩૩ કરોડની આસપાસ હોવાની શક્યતા
રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.