News Continuous Bureau | Mumbai
BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે.
BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે.
વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે.

Successful organization of standards dialogue with industry associations of Gujarat by BIS Ahmedabad
BIS અમદાવાદ ( BIS Ahmedabad ) દ્વારા તેની કન્ફર્મિટી એસેસમેન્ટ આઉટરીચ પ્રવૃત્તિઓ હેઠળ નવી પહેલ ‘માનક સંવાદ’ શરૂ કરવામાં આવી છે, જે ગુણવત્તાવાળા ઉદ્યોગો સાથે અસરકારક સંવાદ સુનિશ્ચિત કરવા માટે છે. આજે BIS, અમદાવાદ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો ( Gujarat Industrial Associations ) સાથે માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BIS કન્ફર્મિટી એસેસમેન્ટ પરિવારમાં જોડાયેલા વિવિધ ઉદ્યોગોને તેમના લાયસન્સના ડિજિટલ ઓપરેશન સંબંધિત વિવિધ જોગવાઈઓ પર અપડેટ કરવામાં આવ્યા હતા.
આ ઈવેન્ટનો હેતુ ઉદ્યોગોમાં ગુણવત્તા અને માનકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને BISની પ્રમાણપત્ર અને નોંધણી પ્રક્રિયાઓ સંબંધિત પડકારોનો સામનો કરવાનો હતો.
BIS ( Bureau of Indian Standards ) અમદાવાદના નિદેશક અને પ્રમુખ સુમિત સેંગરે તમામ ઉદ્યોગ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને ‘માનક સંવાદ’ પહેલ વિશે વિગતો આપી. તેમણે ઉદ્યોગો સાથે અસરકારક સંચારના મહત્વ પર ભાર મૂક્યો અને સ્ટાન્ડર્ડ્સ ઓનલાઈન અને BIS કેર એપ્સ સહિત BISના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઓપરેશનલ પાસાઓ અંગેના તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની સહભાગીઓને ખાતરી આપી.
આ સમાચાર પણ વાંચો : Adraj Moti Railway Yard: આજથી આદરજ મોટી રેલવે યાર્ડ સ્થિત રેલવે ફાટક નં. 7 રહેશે બંધ, રોડ ઉપયોગકર્તા આ વૈકલ્પિક માર્ગથી કરી શકશે અવરજવર..
સંજય ગોસ્વામી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, BIS – પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ ઉત્પાદન પ્રમાણપત્રમાં BIS ના પ્રયત્નોની આંતરદૃષ્ટિ શેર કરી અને નોંધણી પ્રક્રિયા દરમિયાન આવતી સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનો રજૂ કર્યા. તેમણે માનકોના મહત્વ અને અનુપાલનના ફાયદાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું.

બિજુ નમ્બુથિરી, ગુજરાત રાજ્ય પરિષદ પ્રમુખ – FICCIએ ઔદ્યોગિક સંસ્થાઓને તેમના ઉત્પાદનોની BIS સાથે નોંધણી કરાવવા માટે અપીલ કરી અને તેમને આ પ્રક્રિયામાં FICCIના સમર્થનની ખાતરી આપી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના નિદેશક આશિષ ઝાવેરીએ ગુણવત્તા અને માનકોને પ્રોત્સાહન આપવા માટે BISના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઔદ્યોગિક સંગઠનોને BIS સાથે તેની પહેલમાં સહકાર આપવા વિનંતી કરી.
અમિત કુમાર, વૈજ્ઞાનિક ‘ડી’ એ તેમના સંબોધનમાં BISની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે ભારતમાં ગુણવત્તા વિકસાવવા માટે પણ અપીલ કરી અને એસોસિએશનોને BIS લાઇસન્સ લેવા માટે આગળ આવવા વિનંતી કરી. તેમણે ખાસ કરીને MSME ક્ષેત્ર માટે ઉદ્યોગને સમર્થન આપવા માટે BIS દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલ વિશે પણ માહિતી આપી હતી.
વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક ‘ડી’ એ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCOs) પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા પર પ્રકાશ પાડતા, QCOના વિવિધ પાસાઓ સમજાવ્યા. સહભાગીઓએ તેમની રજૂઆતની પ્રશંસા કરી અને સંબંધિત પ્રશ્નો પૂછ્યા.
આલોક સિંઘ, વૈજ્ઞાનિક ‘E’, BIS ના પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ, તમામ એસોસિએશનોને તેમના સભ્યોને BIS તરફથી મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેશન માટે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવા હાકલ કરી.

Successful organization of standards dialogue with industry associations of Gujarat by BIS Ahmedabad
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક એસોસિએશનો તેમજ ગુજરાતની અન્ય BIS શાખાઓના અધિકારીઓએ પણ વર્ચ્યુઅલ મોડમાં હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ઓપન હાઉસ સેશન પણ યોજવામાં આવ્યું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ DDGW અને પ્રમુખ BIS, અમદાવાદ દ્વારા આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન BIS ના વૈજ્ઞાનિક ‘સી’. શ્રી અજય ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે BIS કેર એપ અને BIS વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ ડિજિટલ સોલ્યુશન વિશે પણ માહિતી આપી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.