News Continuous Bureau | Mumbai
- તેજતૃષાની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સુરત પ્રાદેશિક કેન્દ્રનું ગૌરવ વધાર્યું
Tejatrusha 2025: અમદાવાદ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાર્ષિક સમારોહ ‘તેજતૃષા-૨૦૨૫માં સુરત પ્રાદેશિક કેન્દ્રના ૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૧૪ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ઈનામો જીત્યા હતા. વિવિધ સ્પર્ધાઓમાં ઉજ્જવળ દેખાવ કરી સમગ્ર તેજતૃષામાં સુરત કેન્દ્ર દ્વિતીય ક્રમે રહ્યું હતું. સુરત પ્રાદેશિક કેન્દ્રના સહાયક નાયબ નિયામક શ્રી ભૌતિક વોરા અને ધિયા ત્રિવેદીએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
jatrusha 2025: ‘તેજતૃષા’ સમારોહમાં સ્વર વાદ્ય સંગીત (સોલો)માં નિલમ ચૌધરીએ પ્રથમ ક્રમાંક, મહેંદી સ્પર્ધામાં કાજલ ચૌરસીયાએ પ્રથમ ક્રમ, નિબંધ સ્પર્ધામાં પરેશ ટાપણીયાએ બીજો ક્રમાંક, ધાર્મિક બડમલિયાએ ક્વિઝમાં બીજો ક્રમ, આયુષ દોશીએ સ્કીટ લેખનમાં બીજો ક્રમ, દિવ્યા આહિરે ક્લે મોડેલિંગમાં ત્રીજો ક્રમ, મનોજ કુંવરે વેસ્ટર્ન મ્યુઝિક સિંગિંગમાં બીજો ક્રમ અને કથન ભટ્ટએ ત્રીજો ક્રમ, મિરાજ અન્સારીએ ફેશન શોમાં બીજો ક્રમ, ફેશન શોમાં ઊર્મિન દેસાઈને સ્પેશ્યલ ઈનામ, શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં હરિન પટેલને સ્પેશિયલ ઈનામ, અક્ષય વાળંદે શીઘ્ર નિબંધ સ્પર્ધામાં ત્રીજો ક્રમ, હેતવી બલદાણીયાએ રંગોળી સ્પર્ધામાં ત્રીજો ક્રમ, પ્રિયંકા ઘોડાદરાએ ફોટોગ્રાફીમાં બીજો અને વિડીયોગ્રાફીમાં ત્રીજો ક્રમ, ઓમપ્રકાશ રાવલે નિબંધ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવીને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. સંચાલિત સુરત પ્રાદેશિક કેન્દ્ર-૦૦૦૨ નું ગૌરવ વધાર્યું હતું. સમારોહમાં બાબાસાહેબ ઓપન યુનિ.ના કુલપતિશ્રી અમી ઉપાધ્યાય તેમજ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર અને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
આ સમાચાર પણ વાંચો: Sea Rowing Competition: 44મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડીઓ વચ્ચે યોજાઈ સ્પર્ધા, ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે વિજેતાઓને અપાયા પુરસ્કાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
Join Our WhatsApp Community