News Continuous Bureau | Mumbai
અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમ-સૂકા પવનો ચાલુ રહ્યા હતા, જેની અસરથી સિઝનનું સૌથી વધુ 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. એરપોર્ટ વિસ્તારમાં તો ગરમીનો પારો 42.7 ડિગ્રી રહ્યો હતો. 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો હતો. હજુ બે દિવસ ગરમી ચાલુ રહેવાની વકી છે. અમદાવાદમાં સવારના 10 વાગ્યાથી જ ગરમી અને બફારાનું પ્રમાણ વર્તાયું હતું.
તેની સાથે ગરમ અને સુકા પવનો ચાલુ રહેતાં બપોરના 1.30 કલાક પછી આકાશમાંથી અગન જવાળા વરસતી હોય તેવો લોકોએ અનુભવ કર્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1ડિગ્રી વધીને સિઝનમાં પ્રથમવાર 41.9 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 26 ડિગ્રીએ હતું. બપોરના 1 વાગ્યાથી લઇને સાંજના 5.30 સુધી શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું હતું. જેમાં બપોરે 3.30થી સાંજે 5.30 કલાક દરમિયાન ગરમીનો પારો 4 ડિગ્રી વધ્યો હતો. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. 42 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. એ પછી અમદાવાદ બીજા ક્રમે આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Tata Altroz CNG: શાનદાર માઇલેજ… વિશાળ બૂટ-સ્પેસ! આ પ્રીમિયમ CNG હેચબેકનું બુકિંગ શરૂ થઈ ગયું છે