News Continuous Bureau | Mumbai
Bal Shakti Puraskar: ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (26 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે સમગ્ર દેશ અને સમાજને તેમના પર ગર્વ છે. તેમણે બાળકોને કહ્યું કે તેઓએ અસાધારણ કાર્ય કર્યું છે, અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે, અમર્યાદિત ક્ષમતાઓ છે અને અજોડ ગુણો છે. તેમણે દેશના બાળકો માટે એક દાખલો બેસાડ્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે બાળકોને તકો આપવી અને તેમની પ્રતિભાને ઓળખવી એ આપણી પરંપરાનો એક ભાગ છે. તેમણે આ પરંપરાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે આપણે વર્ષ 2047માં ભારતની આઝાદીની શતાબ્દી ઉજવીશું ત્યારે આ પુરસ્કાર વિજેતાઓ દેશના પ્રબુદ્ધ નાગરિક બનશે. આવા પ્રતિભાશાળી છોકરા-છોકરીઓ વિકસિત ભારતના ઘડવૈયા બનશે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે અહીં ક્લિક કરો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.