News Continuous Bureau | Mumbai
Ahmedabad Bribery Case: સીબીઆઈ કેસના સ્પેશિયલ જજ, અમદાવાદે ( Ahmedabad Court ) આરોપી શ્રી હસમુખ છગનભાઈ રાઠોડ, તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ, સર્વિસ ટેક્સ, રેન્જ, કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, કસ્ટમ્સ એન્ડ સર્વિસ ટેક્સ, નડિયાદને રૂ. 30,000/- ના દંડ સાથે 5 વર્ષની સખત કેદની સજા લાંચ સંબંધિત કેસમાં ફટકારી છે.
CBI, ACB, ગાંધીનગરે 24.04.2014ના રોજ આરોપી ( Service Tax Superintendent ) વિરુદ્ધ આરોપો પર કેસ ( Bribery Case ) નોંધ્યો હતો કે રૂ. 2500/- ફરિયાદકર્તા ભાગીદારી પેઢીને નોંધણી પ્રમાણપત્ર (સર્વિસ ટેક્સ કોડ) (ST-2) આપવા માટે વાટાઘાટો કર્યા બાદ આરોપી રૂ. 2,000ની ગેરકાયદેસર રકમ લાંચ તરીકે સ્વીકારવા સંમત થયા હતા.
સીબીઆઈએ ( CBI ) 25.04.2024ના રોજ છટકું ગોઠવ્યું અને આરોપી શ્રી હસમુખ સી. રાઠોડ ફરિયાદી પાસેથી રૂ. 2000ની લાંચની માંગણી કરતા અને સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયા. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Partition Horrors Remembrance Day: સુરતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આયોજિત ચિત્ર પ્રદર્શનનું થયું ઉદ્ઘાટન, આ તારીખ સુધી લઈ શકાશે નિ: શુલ્ક મુલાકાત.
તપાસ પુરી થયા બાદ, આરોપી સામે ગેરકાયદેસર લાંચની રકમ માંગવા અને સ્વીકારવાના ગુના અને ગુનાહિત ગેરવર્તણૂક માટે 22.08.2014ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ટ્રાયલ પછી, કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો અને તે મુજબ તેને સજા ( Imprisonment ) ફટકારી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.