Transplantation Update 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસારવા સિવિલ હૉસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનું પ્રારંભ કર્યું, આરોગ્ય મંત્રીએ ૩૬૦ ડિગ્રી ફેરફાર અંગે કર્યો વિચારવિમર્શ

Transplantation Update 2025: અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

by khushali ladva
Transplantation Update 2025 Chief Minister Bhupendra Patel inaugurated the Transplantation Update-2025 conference at Asarwa Civil Hospital

News Continuous Bureau | Mumbai

  • આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
  • વિદેશથી આવતાં લોકો ભારતમાંથી કંઈક શીખીને જાય એવો ‘વિરાસત ભી, વિકાસ ભી’નો વારસો આપણે જાળવી રાખવાનો છે
  • વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, રાજ્ય સરકાર આ ક્ષેત્રે સહાયક બનવા કટિબદ્ધ છે
  • આજે આપણે ટેક્નોલૉજી એક્સપોર્ટ કરતાં થયા છીએ અને વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં બેસવા સક્ષમ બન્યા: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
  • મુખ્યમંત્રીશ્રીના હસ્તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સર્જિકલ રોબોટનું લોકાર્પણ કરાયું

Transplantation Update 2025: અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રને યાદ કરતાં કહ્યું કે આજે આપણને ટેક્નોલૉજીની દૃષ્ટિએ જે નવીન લાગે છે એવી અનેક વિરાસત આપણી પાસે, આપણાં પુરાણોમાં પડેલી છે. આ માટે તેમણે ગણેશજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું જ ઉદાહરણ છે. આપણે આ વિરાસત સાચવવાની છે તેમ મુખ્યમંત્રીશ્રીએ દૃઢપણે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Draupadi Murmu MahaKumbh Visit : મહાકુંભની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી..

Transplantation Update 2025: શ્રી પટેલે કહ્યું કે આપણાં પુરાણોમાં તમામ રોગોના ઉપાયો દર્શાવ્યા છે જ, આજે તેને નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે. આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં અને ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે લોકો ભારતમાં આવે અને અહીંથી કંઈક શીખીને જાય એવો વારસો આપણે જાળવી રાખવાનો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ડૉ. એચ.એલ. ત્રિવેદીના પ્રદાનને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે નાની ઉંમરે માણસને અંગદાનથી નવજીવન મળે તેનો આનંદ એ વ્યક્તિ કે તેનો પરિવાર જ વર્ણવી શકે. માનવજીવનને બચાવવા માટે જરૂરી તમામ સહાય કરવા માટે સરકાર હંમેશાં નાગરિકોની પડખે જ છે તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

ટેકનોલૉજીના વધતાં વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન પણ કર્યું હતું. લોકોને તેમની નજીકના કેન્દ્રથી જ યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે તે માટે આવાં કેન્દ્રો ઉપયુક્ત બનશે એમ તેમણે ઉમેર્યું હતું. આ તકે ઉપસ્થિત આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અસારવા સિવિલ હોસ્પિટલના તજ્જ્ઞ તબીબોને નવરત્નો સાથે સરખાવીને કહ્યું કે ૨૧મી સદીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં આરોગ્ય, કૃષિ, ઔદ્યોગિક સહિતનાં તમામ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે. આજે આપણે દુનિયામાં ટેકનોલોજી એક્સપોર્ટ કરતાં થયા છીએ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં બેસવા સક્ષમ બન્યા છીએ.

આ સમાચાર પણ વાંચો:  Woman Cardiac Arrest : સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી યુવતી, અચાનક જ ઢળી પડી, નિપજ્યું મોત.. જુઓ વિડીયો

Transplantation Update 2025: મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે એઆઈ-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે વાસ્તવિકતા બની છે, ત્યારે રાજ્ય સરકારે ટેકનોલોજી ક્ષેત્રે તમામ સુવિધાઓ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. ખાસ કરીને, વર્ષ-૨૦૨૧ પછી રાજ્યમાં આરોગ્યક્ષેત્રે અને તેમાંય અંગ પ્રત્યારોપણ માટેની મેરેથોન ઝુંબેશ શરૂ થઈ છે. પરિણામસ્વરૂપ અનેક લોકો-પરિવારો અંગદાન માટે આગળ આવ્યા છે. ત્યારે અસારવા સિવિલમાં શરૂ કરવામાં આવેલા અનેક પ્રકલ્પોની શરૂઆત એ દર્શાવે છે કે આવનારો સમય ગુજરાતનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટ કંટ્રોલના માધ્યમથી પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ તેમજ સોવેનિયરનું વિમોચન કર્યું હતું. તદુપરાંત, ડૉ. રાકેશ જોશીને ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ. ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન વાઘેલા, આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી ધનંજય દ્વિવેદી, ભારત સરકારના આરોગ્ય સેવાઓના નિયામકશ્રી ડૉ. અતુલ ગોયલ, નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ડાયરેક્ટરશ્રી ડૉ. અનીલ કુમાર, ડૉ. પ્રાંજલ મોદી સહિતના મહાનુભાવો તેમજ આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા દેશ-વિદેશના આશરે ૨૫૦થી વધુ તજ્જ્ઞો તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More