News Continuous Bureau | Mumbai
Amit Shah Gujarat Lokseva Trust: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓની ગળથુંથીમાં જીવે છે.
ગુજરાત લોક સેવા ટ્રસ્ટની ( Gujarat Lokseva Trust ) સ્થાપનાના ૩૫માં વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ આ વાત કહી હતી. રોહન ગુપ્તા દ્વારા સંચાલિત આ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમને મંત્રીશ્રીએ આ તકે બીરદાવી હતી.
અમિત શાહે ( Amit Shah Gujarat Lokseva Trust ) આ સંદર્ભે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન -રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોકકલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ ૨૦૧૪ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે.

Union Home Minister Amit Shah’s address at the 35th year celebration of Gujarat Lokseva Trust
દરેક ગરીબ મધ્યમ વર્ગના વ્યક્તિને આવાસ, પાણી, ગેસ કનેક્શન, આરોગ્ય સુરક્ષા, રાશન આપીને મોદી સરકારે પાછલા દસ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ ( Amit Shah ) જન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ સરકારની પરિપાટીના મૂળમાં બંધારણમાં નિહિત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હોવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
આજે અમદાવાદ ખાતે ગુજરાત લોકસેવા ટ્રસ્ટના 35માં વાર્ષિક ઉત્સવ પ્રસંગે સંબોધન કર્યું. સમાજના નબળા વર્ગો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને મદદ કરવા માટે હંમેશા તત્પર આ સંસ્થાએ ગરીબોને માત્ર મફત શિક્ષણ અને તબીબી સેવાઓ જ નથી આપી, પરંતુ છેલ્લા 34 વર્ષથી આ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય,… pic.twitter.com/G4olQTsZJ7
— Amit Shah (@AmitShah) December 7, 2024
આ સંદર્ભે તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો એક માત્ર ઉદ્દેશ ‘કલ્યાણ રાજ્ય’ છે. સરકાર અને સામાજિક સંગઠનો સૌએ સાથે મળીને કલ્યાણ રાજ્યને ( Gujarat Government ) સાકાર કરવા માટે કાર્યો કરવાના છે.
કેન્દ્રીય મંત્રી એ ઉમેર્યું કે, સરકારની સાથે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ જેવા સેવાભાવી સંગઠનો સામાજિક કાર્યકરો જોડાઈ ત્યારે જ કલ્યાણ રાજ્યના લોકોના ઉત્કર્ષના લક્ષ્યો સિદ્ધ થતા હોય છે.
બીજાનું કામ કરવાથી, લોકોની સેવા કરવાથી અન્યને મદદરૂપ થવાથી જ સાચો આનંદ અને આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય છે. તેવો મત કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આ તકે તેમણે સ્વામી વિવેકાનંદ અને વિનોદ કાંબલીના જીવન પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો હતો, તેમજ લોકસેવા ટ્રસ્ટના ગરીબ, વૃદ્ધ અને દિવ્યાંગલક્ષી સેવાકાર્યોની સરાહના પણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Horoscope Today : આજે ૮ ડિસેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
ગુજરાત લોક સેવા સંગઠનના ટ્રસ્ટી રોહન ગુપ્તાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી અમિતનું સમય આયોજન પ્રશંસનીય છે. અમિત શાહે લોકસેવાની ભાવનાને સતત બિરદાવી અને માનવતાની સેવામાં શક્ય તમામ સહયોગ આપ્યો છે. ગાંધીનગર સંસદીય મતવિસ્તારના પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થીને સરકારની યોજનાનો લાભ અપાવવામાં ટ્રસ્ટ હરહંમેશ સહયોગ આપશે તેવી બાંહેધરી આપી હતી.

Union Home Minister Amit Shah’s address at the 35th year celebration of Gujarat Lokseva Trust
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ લોકસેવા ફાઉન્ડેશન ( Lokseva Foundation ) દ્વારા દિવ્યાંગ કલ્યાણ સ્વરોજગારી, આરોગ્ય, રમત-ગમત જેવા વિષયો સાથે નિર્મિત સ્ટોલ્સની મુલાકાત લઈને લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.
સમારોહમાં રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, અમદાવાદ શહેર મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય રાકેશ જૈન, અમિત ઠાકર તેમજ લોકસેવા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી રાજકુમાર ગુપ્તા તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)