Vibrant Gujarat Global Summit 2024 : PM મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ

Vibrant Gujarat Global Summit 2024 : અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો ભવ્ય રોડ શૉ યોજાયો હતો. રોડ શોમાં જોડાયેલા હજારો લોકોનું અભિવાદન બન્ને વૈશ્વિક નેતાઓએ ઝીલ્યું હતું.

by kalpana Verat
Vibrant Gujarat Global Summit 2024 PM Modi, UAE President Al Nahyan hold roadshow in Ahmedabad

News Continuous Bureau | Mumbai 

Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા અમદાવાદ ( Aemndabad )  આવી પહોંચેલા યુ.એ.ઈ.ના ( UAE )  રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ( PM Modi ) ની ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું હતું. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો ભવ્ય રોડ શૉ યોજાયો હતો. રોડ શોમાં જોડાયેલા હજારો લોકોનું અભિવાદન બન્ને વૈશ્વિક નેતાઓએ ઝીલ્યું હતું.

રોડ શો દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતી આતિથ્ય, ગરબાની રમઝટ, પરંપરાગત સંગીત અને નૃત્ય સહિતની પ્રસ્તુતિ કરાઈ હતી.

મહાનુભાવોને આવકારવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. બાળકો, યુવાનો અને વડીલો તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More