Western Railway : આ તારીખના રોજ સાબરમતી અને છપરા વચ્ચે અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેન દોડશે

Western Railway : ટ્રેન નંબર 09457 સાબરમતી-છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર, 23 માર્ચ, 2024ના રોજ સવારે 08:00 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે છાપરા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09458 છાપરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 24 માર્ચ, 2024ના રોજ છપરાથી સાંજે 20:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

by kalpana Verat
Western Railway An unreserved Holi special train will run between Sabarmati and Chhapra on this date

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-છપરા અને છપરા-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09457/09458 સાબરમતી-છાપરા-અમદાવાદ હોળી સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન નંબર 09457 સાબરમતી-છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર, 23 માર્ચ, 2024ના રોજ સવારે 08:00 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે છાપરા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09458 છાપરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 24 માર્ચ, 2024ના રોજ છપરાથી સાંજે 20:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. રૂટમાં આ ટ્રેન અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ગોમતી નગર, બારાબંકી, ગોંડા, ગોરખપુર અને સિવાન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં જનરલ કેટેગરીના તમામ કોચ રહેશે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More