News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે એ અમદાવાદ-દરભંગા, ગાંધીધામ-ભાગલપુર અને અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોને સમાન સંરચના, સમય અને રૂટ પર ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ફરી શરુ થનારી ટ્રેનો:
1. ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સાપ્તાહિક સ્પેશ્યલ 5 માર્ચ 2025 થી 25 જૂન 2025 સુધી ચાલશે.
2. ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 7 માર્ચ 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે.
3. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક 28 ફેબ્રુઆરી 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે.
4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી ચાલશે.
5. ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશ્યલ 28 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી ચાલશે.
6. ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી ચાલશે.
આ સમાચાર પણ વાંચો: Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું સમયપત્રક
ટ્રેન નંબર 09065 માટે બુકિંગ 29 જાન્યુઆરી 2025 થી અને 09447 માટે 3 ફેબ્રુઆરી 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.