News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામના સંદર્ભમાં આરએલડીએ દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 10 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ/પેસેન્જર ટ્રેન સેવા અમદાવાદને બદલે વટવા સ્ટેશનથી ચાલશે. તદનુસાર, કેટલીક ટ્રેનોના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
Western Railway: શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો :
1. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 07:30 કલાકે ઉપડશે અને 10:20 કલાકે વડોદરા પહોંચશે.
2. 13 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 05:40 કલાકે ઉપડશે.
3. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 17.40 કલાકે ઉપડશે અને 20.15 કલાકે વડોદરા પહોંચશે.
4. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ પેસેન્જર અમદાવાદને બદલે વટવાથી 09:20 કલાકે ઉપડશે અને 11:50 કલાકે વડોદરા પહોંચશે.
Western Railway: શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો :
1. 10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 59549 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વટવા સ્ટેશન પર 08:30 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
2. 10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 69129 આણંદ-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 07:20 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
3. 12 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 23.50 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
4. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69115 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 13:25 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
Western Railway: મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય, રોકાણ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.