Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને તિરુચિરાપલ્લી ની વચ્ચે વિશેષ નું સંચાલન

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને તિરુચિરાપલ્લી વચ્ચે શિયાળુ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 02 જાન્યુઆરી 2025 થી આગલી સૂચના સુધી વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

by khushali ladva
Western Railway to run special between Ahmedabad and Tiruchirappalli

News Continuous Bureau | Mumbai

Western Railway: ટ્રેન નંબર 09419/09420 અમદાવાદતિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ 02 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે (શનિવારે) 03:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ, 05 જાન્યુઆરી, 2025 થી આગળની સૂચના સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી 05:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે (સોમવારે) 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો:  01 જાન્યુઆરી 2025થી અમદાવાદ ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ

માર્ગમાં બંને દિશાઓ માં, આ ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા , રેણીગુંટા, અરાકોણમ, પેરમ્બુર, ચેન્નાઈ એગમોર, તાંબરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ, ચિદમ્બરમ, શિરકાશી, વૈદ્દીશ્વરનકોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ,પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલટ્રેન નંબર 09419 નું બુકિંગ 29 ડિસેમ્બર 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પરશરુ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More