News Continuous Bureau | Mumbai
Western Railway Special Trains: પશ્ચિમ રેલ્વે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા માટે અમદાવાદ મંડળથી વિવિધ સ્થળો માટે વિશેષ ભાડા પર 07 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
Western Railway Special Trains: ટ્રેન નંબર 09445/09446 સાબરમતી-લખનૌ -સાબરમતી સ્પેશિયલ (કુલ 10 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09445 સાબરમતી-લખનૌ સ્પેશિયલ તારીખ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 2024 સુધી દર બુધવારે સાબરમતીથી 22:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 20:50 કલાકે લખનૌ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09446 લખનૌ-સાબરમતી સ્પેશિયલ તારીખ 31 ઓક્ટોબરથી 28 નવેમ્બર, 2024 સુધી દર ગુરુવારે લખનૌથી 23:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન ( Festival Special Trains ) મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો પર રોકશે.
આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
Western Railway Special Trains: ટ્રેન નંબર 09461/09462 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 08 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09461 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ તારીખ 26 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દર શનિવારે અમદાવાદથી ( Ahmedabad ) સવારે 08:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 16:50 કલાકે દાનાપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ તારીખ 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર, 2024 સુધી દર રવિવારે દાનાપુરથી 21:55 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:10 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બ્યાવરા-રાજગઢ, રૂઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકશે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Vidhan Sabha Election 2024 : મહાયુતિનાં અજિત પવાર જૂથની બીજી યાદી જાહેર! ઝીશાન સિદ્દકીને NCPમાં જોડાતા જ મળી ગઈ ટિકિટ, અહીંથી લડશે ચૂંટણી.
આ ટ્રેનમાં એસી 1-ટાયર, એસી 2-ટાયર, એસી 3-ટાયર, એસી 3-ટાયર ઇકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
Western Railway Special Trains: ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-બનારસ-અમદાવાદ સ્પેશિયલ (કુલ 06 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09403 અમદાવાદ-બનારસ સ્પેશિયલ તારીખ 29 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી દર મંગળવારે અમદાવાદથી 22:40 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 04:05 કલાકે બનારસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09404 બનારસ-અમદાવાદ સ્પેશિયલ તારીખ 31 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી દર ગુરુવારે બનારસથી સવારે 07:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ (વાયા પ્રયાગરાજ રામબાગ) અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 1-ટાયર, એસી 2-ટાયર, એસી 3-ટાયર, એસી 3-ટાયર ઇકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
Western Railway Special Trains: ટ્રેન નંબર 09467/09468 અમદાવાદ-જયનગર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 02 ટ્રીપ)
ટ્રેન નંબર 09467 અમદાવાદ-જયનગર સ્પેશિયલ તારીખ 25 ઓક્ટોબર, 2024 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી સાંજે 16:35 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 07:30 કલાકે જયનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09468 જયનગર-અમદાવાદ સ્પેશિયલ તારીખ 27 ઓક્ટોબર, 2024 (રવિવાર)ના રોજ જયનગરથી સવારે 10:30 કલાકે ઉપડશે અને મંગળવારે 01:15 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ગેરતપુર, નડિયાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છીક્કી, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, પાટલીપુત્ર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને મધુબની સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 1-ટાયર, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
Western Railway Special Trains: ટ્રેન નંબર 09597/09598 રાજકોટ-ગોરખપુર-રાજકોટ સ્પેશિયલ (કુલ 10 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09597 રાજકોટ-ગોરખપુર સ્પેશિયલ તારીખ 30 ઓક્ટોબર થી 27 નવેમ્બર, 2024 સુધી દર બુધવારે રાજકોટથી બપોરે 15:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 21:30 કલાકે ગોરખપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09598 ગોરખપુર-રાજકોટ સ્પેશિયલ તારીખ 01 નવેમ્બર થી 29 નવેમ્બર, 2024 સુધી દર શુક્રવારે ગોરખપુરથી સવારે 01:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:00 કલાકે રાજકોટ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધી નગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, શિકોહાબાદ, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
Western Railway Special Trains: ટ્રેન નંબર 09003/09004 વાપી-દિલ્હી-વાપી સ્પેશિયલ (કુલ 02 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09003 વાપી-દિલ્હી સ્પેશિયલ તારીખ 25 ઓક્ટોબર, 2024 (શુક્રવાર)ના રોજ વાપીથી બપોરે 12:55 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 કલાકે દિલ્હી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09004 દિલ્હી-વાપી સ્પેશિયલ તારીખ 26 ઓક્ટોબર, 2024 (શનિવાર)ના રોજ સવારે 11:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09:30 કલાકે વાપી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો: CID: 6 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહ્યા છે એસીપી પ્રદ્યુમન, આ તારીખે રિલીઝ થશે સીઆઇડી નો ધમાકેદાર પ્રોમો
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, દૌસા, અલવર, રેવાડી અને ગુડગાંવ સ્ટેશનો પર રોકશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર અને એસી 3-ટાયર ક્લાસ કોચ હશે.
Western Railway Special Trains: ટ્રેન નંબર 09021/09022 ઉધના-ભાવનગર-ઉધના સ્પેશિયલ (કુલ 20 ટ્રીપ)
ટ્રેન નંબર 09021 ઉધના-ભાવનગર સ્પેશિયલ તારીખ 28 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી દર સોમવારે ઉધનાથી 22:05 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 કલાકે ભાવનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09022 ભાવનગર-ઉધના સ્પેશિયલ દર મંગળવારે ભાવનગરથી સાંજે 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:10 કલાકે ઉધના પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોલા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકશે.
આ ટ્રેનમાં ચેયરકાર, સ્લીપર, નોર્મલ ચેયરકાર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.
ટ્રેન નંબર 09467 અને 09003 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને ટ્રેન નંબર 09445, 09597, 09461, 09403, 09021, 09022 માટે બુકિંગ 25 ઓક્ટોબર, 2024થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.
મુસાફરો કૃપા કરીને ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: Omar Abdullah PM Modi: CM સીએમ બન્યા બાદ ઓમર અબ્દુલ્લા પહેલીવાર દિલ્હીમાં, PM મોદીને મળ્યા.