World Heritage Day : અમદાવાદ મંડળે પ્રતિષ્ઠિત સ્ટીમ એન્જિન પ્રદર્શન ની સાથે વિશ્વ વિરાસત દિવસ મનાવ્યો

World Heritage Day :આ ખાસ કાર્યક્રમમાં ભારતની રેલ્વે વિરાસત માં રેલ્વેના ગહન યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

by kalpana Verat
World Heritage Day Ahmedabad Mandal celebrates World Heritage Day with prestigious steam engine exhibition

News Continuous Bureau | Mumbai

World Heritage Day : વિશ્વ વિરાસત દિવસ ના અવસર પર પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે તેના સૌથી કિંમતી પ્રતીકોમાંના એક હેરિટેજ સ્ટીમ એન્જિન અને સ્ટીમ ક્રેન ને જનતા સમક્ષ પ્રદર્શિત કરીને તેના ભવ્ય ભૂતકાળના સમૃદ્ધ વિરાસત ની ગર્વથી ઉજવણી કરી. આ ખાસ કાર્યક્રમમાં ભારતની રેલ્વે વિરાસત માં રેલ્વેના ગહન યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

World Heritage Day Ahmedabad Mandal celebrates World Heritage Day with prestigious steam engine exhibition

 

ઐતિહાસિક સ્ટીમ લોકોમોટિવ, જેને પ્રેમથી સંરક્ષિત અને જાળવણી કરવામાં આવ્યું હતું, તેને ડિવિઝનલ ઓફિસ અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામ રેલ્વે સ્ટેશન જેવા વિવિધ સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેણે તમામ વય જૂથોના મુલાકાતીઓ, રેલ્વે ઉત્સાહીઓ અને વિરાસત પ્રેમીઓના આગન્તુકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. રેલ મુસાફરીના સુવર્ણ યુગનું પ્રતીક, આ એન્જિન ભારતના એન્જિનિયરિંગ વિરાસત અને ભારતીય રેલ્વેની અગ્રણી ભાવનાનું પ્રમાણ છે.

 પશ્ચિમ રેલ્વે આધુનિક મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની તરફ આગળ વધીને તેની વિરાસત સંપત્તિઓનું સંરક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. સ્ટીમ એન્જિન નું પ્રદર્શન ભૂતકાળની યાદ અપાવે છે અને ભારતીય રેલ્વેના કાલાતીત ભાવના ને શ્રદ્ધાંજલિ આપવાના રૂપ માં કાર્ય કરે છે.

World Heritage Day Ahmedabad Mandal celebrates World Heritage Day with prestigious steam engine exhibition

આ સમાચાર પણ વાંચો : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..

અમદાવાદ મંડળ કાર્યાલય ખાતે હેરિટેજ સ્ટીમ એન્જિન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને ગાંધીધામ રેલ્વે સ્ટેશન ખાતે હેરિટેજ સ્ટીમ ક્રેન પ્રદર્શિત કરવામાં આવી હતી.

World Heritage Day Ahmedabad Mandal celebrates World Heritage Day with prestigious steam engine exhibition

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like