સારા સમાચાર. અંધેરીની મેટ્રો થી દહીસર જતી મેટ્રો લેવા માટે કનેક્ટ કરવાનો પદચારી પુલ થઈ ગયો. જુઓ વિડિયો.

મુંબઈ શહેરમાં મેટ્રો ટ્રેનના નેટવર્કનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ત્યારે અંધેરી થી દહીસર તરફ જતી મેટ્રો પકડવા માટે પદચારી કનેક્ટીંગ પુલ બનીને તૈયાર થઇ ગયો છે.

by Dr. Mayur Parikh
andheri - Ghatkopar and Dahisar - Andheri metro train now connected

News Continuous Bureau | Mumbai

 મુંબઈ શહેરમાં સરક્યુલીક મેટ્રો ટ્રેન એટલે કે અંધેરી થી દહીસર  દરમિયાન વર્તુળાકાર મેટ્રો નેટવર્કની યોજના બનાવાઇ છે.  આ યોજના અંતર્ગત ઘાટકોપર થી અંધેરી આવતી વખતે જે કોઈ વ્યક્તિને દહીસર તરફ જવું હોય તેણે ઘાટકોપર અંધેરીની મેટ્રો ટ્રેન છોડીને દહીસર તરફ જતી મેટ્રો ટ્રેન પકડવી અનિવાર્ય બની જાય છે. 
 આ માટે અંધેરીમાં એક કનેક્ટિંગ બ્રિજ બનાવવાની યોજના હતી અને હવે તે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. લોકો માટે બનાવવામાં આવેલો આ પુલ ટૂંક સમયમાં સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવશે. mmrda તરફથી આનો એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે. 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment