News Continuous Bureau | Mumbai
સીસીએજી એટલે કે કેગ નો અહેવાલ મહારાષ્ટ્રના વિધાનસભામાં સાદર કરવામાં આવ્યો છે આ અહેવાલમાં અનેક ગોટાળાઓનો પડદા ફાશ કરવામાં આવ્યો છે જેમાંનો એક ગોટાળો છે,દહીસર ખાતે ખરીદવામાં આવેલી જમીન.
અહેવાલમાં શું કહેવામાં આવ્યું છે?
કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દહીંસરના એકસરખાતે ૩૨૦૦૦ સ્ક્વેર મીટર જમીનનું અધિક ગ્રહણ કરવામાં આવ્યું. આ જમીનનું અધિકરણ કરતા સમયે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. આ જમીનના અધિગ્રહણ નો પ્રસ્તાવ વર્ષ 2011 માં તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તેને વર્ષ 2020 માં લાગુ કરવામાં આવ્યો. આવું કરવાને કારણે મુંબઈ મહાનગર પાલિકાને ભારે નુકસાન થયું જેમાં ૨૦૦ કરોડ રૂપિયાનો લોસ છે.
આ અહેવાલ વિધાનસભામાં પહોંચી ગયો છે. હવે આ સંદર્ભે તપાસ આગળ વધશે અને અનેક લોકો કાયદાના સકંજામાં આવશે.
શું કોઈ ભાજપના નેતાની સંડોવણી છે?
આ જમીન કોના માલિકીની છે? તેમજ આ જમીન અધિગ્રહણ સંદર્ભે ફાળવવામાં આવેલા પૈસા કોને ગયા છે તે દિશામાં તપાસ આગળ વધે તો અનેક નામનો ખુલાસો થઈ શકે છે.
દબાતી અવાજે એવું કહેવામાં આવે છે કે સ્થાનિક ભાજપના નેતાઓના નામ બહાર આવી શકે છે.
Pages: 1 2