News Continuous Bureau | Mumbai
Gujarat Textile Policy 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે.
તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ( Gujarat Textile Policy 2024 ) વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે.
હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું ( Textile Policy ) લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.
વિકાસ સપ્તાહ ( Gujarat Vikas Saptah ) ઉજવણીના અંતિમ દિવસે તા. 15 ઓક્ટોબર, 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચની સાથે સાથે વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Amit Shah IPS probationers: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આઈપીએસ પ્રોબેશનર્સ સાથે કરશે વાતચીત, આ પડકારોનો સામનો કરવા આપશે માર્ગદર્શન.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GIDCના રૂ. 564 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 146 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણના પ્રકલ્પોની ભેટ રાજ્યના ઉદ્યોગોને મળવાની છે.
આ ઉપરાંત, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત 5,500 યુનિટને રૂ.1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ પણ કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.