News Continuous Bureau | Mumbai
- DDU-GKY હેઠળ અત્યાર સુધી 30,000થી વધુને તાલીમ અને 23,000થી વધુ લાભાર્થીઓને રોજગાર (Employment) પ્રાપ્ત
ગાંધીનગર, 22 ઓગસ્ટ 2025: દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત ગાંધીનગર ખાતે “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ૩૫૦ લાભાર્થીઓને રોજગાર (Employment) નિમણૂંક પત્રો આપવામાં આવ્યા. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે ગ્રામ્ય યુવાધન માટે રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ આજના સમયમાં સર્વોપરી છે, અને DDU-GKY એ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
રોજગાર (Employment) માટે DDU-GKY બની આશીર્વાદ
મંત્રીશ્રીએ જણાવ્યું કે, DDU-GKY દ્વારા રાજ્યમાં અત્યાર સુધીમાં 30,000થી વધુ યુવાઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવી છે અને 23,000થી વધુને રોજગાર (Employment) મળ્યો છે. યોજનામાં ભાગ લેનાર લાભાર્થીઓને ઓછામાં ઓછું રૂ. 10,000 માસિક પગારની બાહેંધરી આપવામાં આવી રહી છે. આ યોજનાએ ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Railway: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત; ₹1,400 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનો થશે લોકાર્પણ
Skill India અને Make in India થી વધતો આત્મવિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા “Skill India” અને “Make in India” જેવા અભિયાનોથી દેશભરના યુવાનોને આત્મનિર્ભરતા તરફ નવી દિશા મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના યુવાધનને રોજગાર (Employment) અને કૌશલ્ય વિકાસના અવસર પૂરા પાડી રહ્યા છે. પરિણામે આજે ગુજરાતનો યુવાન ફક્ત નોકરી શોધનાર નહીં, પરંતુ નોકરી સર્જનાર બનવા માટે પણ આગળ આવી રહ્યો છે.
DDU-GKYથી આત્મનિર્ભર ગ્રામ્ય યુવાનોનો ઉદય
મંત્રીશ્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની વિચારધારાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, શિક્ષણ, કૌશલ્ય અને રોજગાર (Employment) આપવાથી જ રાષ્ટ્ર વિકાસનો સાચો માર્ગ ખુલશે. DDU-GKY દ્વારા લાભાર્થીઓને તાલીમ સાથે રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજનાએ ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોમાં આત્મવિશ્વાસ, નવી આશા અને નવી દિશા પેદા કરી છે. આ પ્રસંગે લાભાર્થીઓ, તેમના વાલીઓ અને રોજગાર આપતી સંસ્થાના પ્રતિનિધિઓએ પોતાના અનુભવો શેર કરીને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.