News Continuous Bureau | Mumbai
Express Train : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ-ગોધરા સેક્શનના ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે, ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે નીચે મુજબ છે:-
-
તા. 23.09.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ ( Gandhidham-Indore Express Train ) નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-રતલામના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-રતલામ થઈને દોડશે.
-
તા 20.09.2024 ટ્રેન નં. 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ ( Gandhidham-Bhagalpur Special Train ) નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-નગદાના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-નગદા થઈને દોડશે.
આ સમાચાર પણ વાંચો : iKhedut Portal: ખેતીવાડી ખાતાની વિવિધ સહાયક યોજનાઓનો લાભ લેવા સુરતના ખેડૂતો આ તારીખ સુધી iKhedut પોર્ટલ પર કરી શકશે અરજી
ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.