Site icon

Gujarat Dipotsavi Ank 2080: ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૦’નું કર્યુ વિમોચન,જાણો આ વર્ષે શું છે ખાસિયતો?

Gujarat Dipotsavi Ank 2080: ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૦’નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરાયું

Gandhinagar, CM Bhupendra Patel launched Gujarat Dipotsavi 'Ank Vikram samvat - 2080',

Gandhinagar, CM Bhupendra Patel launched Gujarat Dipotsavi 'Ank Vikram samvat - 2080',

 News Continuous Bureau | Mumbai

Gujarat Dipotsavi Ank 2080:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૦નું વિમોચન કર્યુ હતું.

Join Our WhatsApp Community

ગુજરાતના ( Gujarat ) માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ પોતાની આગવી પરંપરા અનુસાર ‘ગુજરાત દીપોત્સવી અંક’ પ્રસ્તુત કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત દીપોત્સવી – ૨૦૮૦માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે. આ અંકમાં સર્વશ્રી ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડયા, ડૉ. કુમારપાળ દેસાઈ, જોરાવરસિંહ જાદવ, રઘુવીરભાઈ ચૌધરી, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુક્લ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Sonexay Siphandone: PM મોદીની લાઓ PDRના પ્રધાનમંત્રી સાથે મુલાકાત, પોષણ સુરક્ષા સુધારવા ભારત આટલા મિલિયન ડોલરની આપશે ગ્રાન્ટ સહાય.

 આ દળદાર અંક ( Gujarat Dipotsavi Ank 2080 ) ૩૦ અભ્યાસલેખો, ૩૮ નવલિકાઓ, ૧૫ વિનોદિકાઓ, ૯ નાટિકા અને ૯૬ જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૮ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે. 

આ પ્રસંગે રાજ્યના ( Bhupendra patel ) મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી અને શ્રી એમ.કે.દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી.નટરાજન, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંઘ, માહિતી નિયામકશ્રી કે. એલ. બચાણી સહિત માહિતી ખાતના ઉચ્ચ અધિકારીઓ  ઉપસ્થિત રહ્યાં હતાં.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version