News Continuous Bureau | Mumbai
Gandhinagar News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ડિવિડન્ડનો આ ચેક કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, ગુજરાત રાજય બીજ નિગમના ચેરમેન અને અધિક મુખ્ય સચિવ શ્રી અંજૂ શર્મા, વહીવટી સંચાલક શ્રી પી.એસ.રબારીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત રાજય બીજ નિગમ “ગુરાબીનિ” બ્રાન્ડથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પુરું પાડી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે
ગુજરાત રાજ્ય બીજ નિગમે ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૨.૯૨ લાખ કિવન્ટલ બીજનું ઉત્પાદન તથા ૨.૬૨ લાખ કિવન્ટલ જેટલા બિયારણનું વિતરણ કર્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.