News Continuous Bureau | Mumbai
GIFT City Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિને જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતભરમાં ગુજરાત આજે મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી, વિકસિત ભારત@૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

GIFT City Gandhinagar become financial gateway of India, corporate offices of these famous companies are functioning in gift city
અમદાવાદ અને ગુજરાતના પાટનગર ગાંધીનગર ( Gandhinagar ) વચ્ચે સાબરમતી નદીના કિનારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની પહેલ અને ભારત સરકારના સહયોગથી ગાંધીનગર ખાતે આકાર પામેલ ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર તરીકે વિકાસ પામ્યું છે. દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૭ માં ગિફ્ટ સિટીની સ્થાપના કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે નાણાકીય રીતે સમૃદ્ધ એવા ન્યુયોર્ક, લંડન, ટોક્યો, પેરિસ, સિંગાપોર અને દુબઈ જેવા દેશોની જેમ ભારતને પણ ફાઈનાન્સિયલ સેન્ટર ( Financial Center ) તરીકે વિકસાવવાના હેતુસર ગિફ્ટ સિટીની રચના કરવામાં આવી છે.
ગાંધીનગર ( GIFT City Gandhinagar ) ખાતે હાલમાં ૮૮૬ એકર જમીનમાં ફેલાયેલ ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરની વ્યાપારી, રહેણાંક અને સામાજિક સુવિધાઓ સાથે સુઆયોજિત અને ટેકનોલોજીથી સક્ષમ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહી છે. ગિફ્ટ સિટી મલ્ટી સર્વિસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(SEZ) માં આવેલ ભારતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર(IFSC) અને ડોમેસ્ટિક ટેરિફ એરિયા(DTA) ધરાવે છે. ગિફ્ટ સિટીમાં હાલમાં ૨૦ જેટલી બિલ્ડિંગ કાર્યરત છે તથા બીજા વધુ પ્રોજેક્ટ્સ પણ પ્રગતિમાં છે. ગિફ્ટ સિટીની લોકપ્રિયતા અને ગુજરાત સરકારની ( Gujarat Vikas Saptah ) પ્રોત્સાહક નીતિઓના કારણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અહિયાં આવી રહી છે, જેના પરિણામસ્વરૂપ ગિફ્ટ સિટીમાં ૭૦૦ થી વધુ બિઝનેસની સ્થાપના થઇ છે. આ ઉદ્યોગોના કારણે ગિફ્ટ સિટીમાં સીધી અને પરોક્ષ રીતે અંદાજિત ૨૫૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થયું છે.
GIFT City Gandhinagar become financial gateway of India, corporate offices of these famous companies are functioning in gift city
ગિફ્ટ સિટીમાં ( GIFT City ) અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તથા સામાજિક સુવિધાઓ જેવી કે સ્કૂલ, મેડિકલ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓ સાથેની એક બિઝનેસ ક્લબ, મનોરંજનની સુવિધાઓ, ફાઈવ સ્ટાર હોટેલ, સુપરમાર્કેટ્સ અને મલ્ટિ-ક્યુઝિન રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં કામ-ધંધાની સાથે સુનિયોજિત રહેણાંક હાઉસિંગ પ્રોજેક્ટ્સ પણ બની રહ્યા છે, જે ગિફ્ટ સિટીને ખરેખર “વૉક ટુ વર્ક” સિટી બનાવે છે. ગિફ્ટ સિટીમાં મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી, ૨૦ મિનિટના અંતરે આવેલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ, ૧૫ મિનિટના અંતરે આવેલ રેલ્વે સ્ટેશન, નેશનલ હાઇવેની કનેક્ટિવિટી સહિત વિવિધ ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
ગિફ્ટ સિટી ( PM Modi Dream Project ) ખાતે આવેલ ભારતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ટોચના ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું હતું, જે આગામી થોડા વર્ષોમાં ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (લંડન)માં વધુ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કરશે. વધુમાં ગિફ્ટ સિટી કોર્પોરેટ્સને ગ્લોબલ બેન્ચમાર્ક, વાઇબ્રન્ટ બિઝનેસ ઇકોસિસ્ટમ, સિંગલ વિન્ડો એક્સેસ દ્વારા રોકાણ માટે સુવિધાઓ આપે છે. ગિફ્ટ સિટીને ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી માટે ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ સિટી તરીકેનું બિરુદ પણ મળ્યું છે. ગિફ્ટ સિટી ખાતે મૂડી બજારો, ઓફશોર ઇન્સ્યોરન્સ, ઓફશોર બેંકિંગ અને એસેટ મેનેજમેન્ટ તેમજ વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, એરક્રાફ્ટ, શિપ લીઝિંગ, આનુષંગિક સેવાઓ, બે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ અને એક આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ એકમો આવેલા છે.
આ સમાચાર પણ વાંચો : DG Paramesh Sivamani: DG પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકે સંભાળ્યો કાર્યભાર, જાણો તેમના વિશે.
ગિફ્ટ સિટીમાં Bank of America, DBS, Deutsche Bank, HSBC, MUFG Bank, Barclays, JP Morgan Chase, BNP Paribas, Standard Chartered Bank, Citibank, and New Development Bank જેવી વિદેશી બેંકો તેમજ SBI, Federal Bank, IDBI Bank, HDFC Bank, Kotak Mahindra, ICICI, Bank of India, Bank of Baroda, Indian Bank, RBL Bank, IndusInd Bank, Axis Bank and Yes Bank જેવી ભારતીય બેંકો સહિત કુલ ૨૮ જેટલા બેન્કિંગ એકમો આવેલા છે. ગિફ્ટ સિટી ખાતે એલિયાન્ઝ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન(LIC), કેનેરા HSBC, HDFC લાઈફ, નેશનલ ઈન્સ્યોરન્સ, આદિત્ય બિરલા કેપિટલ, એલાયન્સ ઈન્સ્યોરન્સ બ્રોકર્સ જેવી કુલ ૩૫ વીમા કંપનીઓ આવેલી છે.
GIFT City Gandhinagar become financial gateway of India, corporate offices of these famous companies are functioning in gift city
આ ઉપરાંત ગિફ્ટ સિટી ખાતે ૨૪-એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ એન્ટિટીઝ, ૧૨-શિપ લીઝિંગ, ૧-બુલિયન એક્સચેન્જ, ૫૫ કરતા વધુ ફિનટેકસ કંપનીઓ, ૧૩૦થી વધુ વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ૧૨૪-ફંડ મેનેજમેન્ટ કંપની, ૨-આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ તથા ૭૦ કરતા વધુ આનુષંગિક સેવાઓ પૂરી પડતી કંપનીઓ આવેલી છે. અહી ડેકિન યુનિવર્સિટી અને વોલોન્ગોંગ યુનિવર્સિટી જેવી વિદેશી યુનિવર્સિટીઓ તથા Google, IBM, Capgemini, Oracle, TCS, Cybage, Maxim Integrated જેવી મોટી કંપનીઓ પણ આવેલી છે. આગામી સમયમાં ગિફ્ટ સિટી ખાતે રિવરફ્રન્ટ, સેંટ્રલ પાર્ક, લીલાવતી હોસ્પિટલ જેવા વિવિધ પ્રોજેક્ટ્સ પણ કાર્યરત થશે.
GIFT City Gandhinagar become financial gateway of India, corporate offices of these famous companies are functioning in gift city
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.