News Continuous Bureau | Mumbai

DG Paramesh Sivamani: DG પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકે સંભાળ્યો કાર્યભાર, જાણો તેમના વિશે.

DG Paramesh Sivamani: ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

DG Paramesh Sivamani takes over as 26th Director General of Indian Coast Guard

News Continuous Bureau | Mumbai 

DG Paramesh Sivamani:  ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડ ( ICG ) ના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો. ફ્લેગ ઓફિસરે પોતાની સાડા ત્રણ દાયકાથી વધુની શાનદાર કારકિર્દી દરમિયાન, કિનારે અને જળમાર્ગ સંબંધી વિભિન્ન પદો પર સેવા આપી છે. 

Join Our WhatsApp Channel

ડીજી પરમેશ શિવમણી નેવિગેશન અને દિશાનિર્દેશમાં નિષ્ણાત છે અને તેમના સમુદ્રી કમાન્ડમાં ICGના તમામ મોટા જહાજોનો સમાવેશ થાય છે જેમાં એડવાન્સ્ડ ઓફશોર પેટ્રોલ વેસલ ‘સમર’ અને ઓફશોર પેટ્રોલ વેસલ ‘વિશ્વસ્ત’નો સમાવેશ થાય છે. ફ્લેગ ઓફિસર કોસ્ટ ગાર્ડ રિજન ( Director General of Indian Coast Guard ) (પૂર્વ), કોસ્ટ ગાર્ડ રિજન (વેસ્ટ), કોસ્ટ ગાર્ડ કમાન્ડર ઈસ્ટર્ન સીબોર્ડના સુકાન પર હતા. તેઓ નેશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હી અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

ડીજી પરમેશ શિવમણિને ( DG Paramesh Sivamani ) સપ્ટેમ્બર 2022માં અધિક મહાનિર્દેશકના હોદ્દા પર પદોન્નત કરવામાં આવ્યા અને ત્યારબાદ કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર, નવી દિલ્હી ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2024માં તેમને કોસ્ટ ગાર્ડના ( Coast Guard ) મહાનિર્દેશકનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.

DG Paramesh Sivamani takes over as 26th Director General of Indian Coast Guard

DG Paramesh Sivamani takes over as 26th Director General of Indian Coast Guard

 

આ સમયગાળા દરમિયાન, અનેક મહત્વપૂર્ણ ઓપરેશન અને કવાયતો પૂર્ણ કરવામાં આવી જેમાં કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ/માદક પદાર્થો અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, ગંભીર ચક્રવાતી તોફાનો દરમિયાન નાવિકોને બચાવવા, વિદેશી કોસ્ટ ગાર્ડ્સ સાથે સંયુક્ત કવાયત, ગેરકાયદે શિકાર વિરોધી અભિયાન, ચક્રવાત/કુદરતી આફતો દરમિયાન માનવતાવાદી સહાય અને દરિયાકાંઠાની સુરક્ષા કવાયતનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Baba Siddiqui Murder: બુલેટપ્રૂફ કાચ ને વીંધી ગઈ ગોળી, જાણો આ પિસ્તોલની ખાસિયત… જેનાથી બાબા સિદ્દીકીને ગોળી મારવામાં આવી હતી

ફ્લેગ ઓફિસરને તેમની ઉમદા સેવા બદલ 2014માં તટરક્ષક મેડલ અને 2019માં રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલથી નવાજવામાં આવ્યા હતા. તેમને 2012માં ડીજી કોસ્ટ ગાર્ડ પ્રસંશા અને 2009માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (પૂર્વ) પ્રસંશા પણ એનાયત કરવામાં આવ્યા હતા.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

E20 Petrol Protest – E20 પેટ્રોલ મુદ્દે નિતિન ગડકરી સામે યુવક કોંગ્રેસનો વિરોધ, નાગપુરમાં ઘેરાવનો પ્રયાસ
Bankipur Assembly Byelection Result બાંકીપુરમાં પ્રશાંત કિશોરની રણનીતિ સુપરહિટ! ભાજપ બહુમતથી દૂર, RJD ના પણ સૂપડા સાફ
Abhijit Dipke Cockroach Janata Party Meeting કોકરોચ જનતા પાર્ટીની ૫ ઓગસ્ટે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક, અભિજીત દીપકે ભવિષ્યની રણનીતિ અંગે કરશે ચર્ચા
US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Exit mobile version