Site icon

Artificial Intelligence Readiness: ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે ગાંધીનગરમાં ભાગીદારી કરાર થયા

Artificial Intelligence Readiness: ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટેનું હબ બનવાના વિઝનને વેગ આપનારું પગલું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલૉજીમાં ગુજરાતને અગ્રેસર બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ. ઇન્ટેલના ‘ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ્સ’ ગુજરાતના વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને નાગરિકો માટે નવી ઉભરતી ટેક્નોલોજીઓને સુલભ બનાવવામાં આ ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થશે

Gujarat Department of Science and Technology and Intel Corporation signed partnership agreement in Gandhinagar on Artificial Intelligence Readiness

Gujarat Department of Science and Technology and Intel Corporation signed partnership agreement in Gandhinagar on Artificial Intelligence Readiness

 News Continuous Bureau | Mumbai

Artificial Intelligence Readiness: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની  ઉપસ્થિતિમાં ગુજરાતના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન ( Intel Corporation ) વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા.  

Join Our WhatsApp Community

ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ ( Department of Science and Technology of Gujarat ) અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે. 

નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્‍ટેલના પ્લેટફોર્મ પર આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને નાગરિકો માટે સુલભ બનાવીને રાજ્યમાં ડિજિટલ રેડીનેસને ઇન્‍ટેલ સાથે સંયુક્તપણે આગળ વધારવા રાજ્ય સરકારે આ પાર્ટનરશીપ કરી છે. 

ગુજરાતમાં ( Gandhinagar ) આ પહેલની શરૂઆત ટેક્નોલોજીકલ ઇનોવેશન અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સા હન આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ભાગીદારી ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજીમાં અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પુરવાર થશે. 

સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધારે આ પાર્ટનરશીપથી  ગુજરાતમાં સ્કીલ્ડ વર્કફોર્સને પ્રમોટ કરવા અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આગળ ધપાવવામાં આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી. 

આ પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, નાગરિકો અને ડિજિટલ લીડર્સને AI-સંચાલિત વિશ્વમાં ખીલવા માટે જરૂરી કૌશલ્યો, માનસિકતા અને ટૂલસેટ્સથી સજ્જ કરીને સશક્તિકરણ કરવાનો છે. 

આ સમાચાર પણ વાંચો :  ITR Filing: દેશમાં 31 જુલાઈ પહેલા આ 28 બેંકો દ્વારા ઈન્કમ ટેક્સ ચૂકવી શકાશે.. જાણો વિગતે..

આ પહેલ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ સહિત બહુવિધ ભાગીદારો અને હિતધારકોના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી તપન રે, મુખ્યમંત્રીશ્રીના ( Bhupendra Patel ) અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ ઇન્ટેલ કોર્પોરેશન તરફથી શ્રી અનિલ નંદુરી, વાઇસ પ્રેસિડેન્‍ટ ઇન્‍ટેલ, અને હેડ ઓફ AI એસિલરીએશન ઓફિસ, સાન ફ્રાંન્‍સિસ્કો બૅ એરિયા તેમજ ઇન્ટરનેશનલ ગવર્નમેન્ટ અફેર્સ (એશિયા પેસિફિક એન્ડ જાપાન)ના સિનિયર ડિરેક્ટર શ્રીમતી શ્વેતા ખુરાના ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Croma Republic Day Sale 2026: ક્રોમાનો સૌથી મોટો ધડાકો! iPhone 17 ની કિંમત જાણીને તમે પણ ખરીદવા દોડશો; iPhone 15 અને Samsung S-Series પર મળી રહી છે સીધી ₹25,000 સુધીની બચત.
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
Exit mobile version