NIPER Ahmedabad:નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં અગિયારમો દીક્ષાંત સમારંભ યોજાયો

NIPER Ahmedabad: મહારાજા સુરજમલ બ્રીજ યુનિવર્સિટી, ભરતપુર (રાજસ્થાન)ના વાઇસ ચાન્સલર રમેશ ચંદ્રા હાજર રહ્યાં

by Akash Rajbhar
NIPER- Ahmedabad's eleventh convocation ceremony held in Gandhinagar
News Continuous Bureau | Mumbai
  • વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા લોએસ્ટ રેટ અને ક્વાલિટી મેડિસીન આજની જરૂરિયાતઃ- રમેશ ચંદ્રા

NIPER Ahmedabad: ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. 

સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને 10 પીએચડી સ્કોલરનો સમાવેશ થાય છે. 

આ સમાચાર પણ વાંચો  :Osamu Suzuki: પ્રધાનમંત્રીએ શ્રી ઓસામુ સુઝુકીના નિધન પર શોક વ્યક્ત કર્યો

સમારંભના મુખ્ય અતિથિ મહારાજા સુરજમલ બ્રીજ યુનિવર્સિટી, ભરતપુર (રાજસ્થાન)ના વાઇસ ચાન્સલર શ્રી રમેશ ચંદ્રાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે આજે વિશ્વ યુદ્ધ તરફ ધકેલાયું છે. રશિયા-યુક્રેન, ઇઝરાયલ-પેલેસ્ટાઈનની સાથે અનેક દેશોમાં નાના મોટા યુદ્ધો ચાલી રહ્યાં છે. આવા સમયે ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની જવાબદારી વધી જાય છે. 

વિશ્વમાં અમેરિકા અને ચીન મોટા સ્પર્ધક છે. તેમની સામે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે લોએસ્ટ રેટ અને ક્વાલિટી મેડિસીન ખૂબ જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો  :Ratan Tata family tree: પિતા-ભાઈથી લઈને પરદાદા સુધી… જાણો કોણ-કોણ છે રતન ટાટાના પરિવારમાં?

ભારત સરકાર ક્વોલિટી અને સસ્ટેનેબલ મેડિસીન માટે પ્રયાસ કરી રહ્યું છે. આજે ભારત જેનેરિક દવાઓનું મોટું પ્રોવાઇડર છે. ભારતના અર્થતંત્રમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો મહત્વનો ફાળો છે. ત્યારે નાઇપર આવા પડકારને સ્વીકારીને વિદ્યાર્થીઓને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે તૈયાર કરી રહી છે. 

નાઇપર ગાંધીનગરના ડાયરેક્ટર ડો. શૈલેષ સરાફે નાઇપર અંગે માહિતી આપતા તમામનું સ્વાગત કર્યું હતું.

આ ઉપરાંત, માસ્ટર્સ પ્રોગ્રામ (બૅચ 2022-2024)માં ઓવરઑલ મેરિટમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે માસ્ટર્સ પ્રોગ્રામના પોતાના ક્ષેત્રોમાં પ્રથમ સ્થાન આવનારા વિદ્યાર્થીઓને સમ્માનિત કરવામા આવ્યા હતા અને માસ્ટર્સ પ્રોગ્રામના ટોચના પાંચ મેરિટોરિયસ વિદ્યાર્થીઓને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More