News Continuous Bureau | Mumbai
Dak Chaupal: સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર ડાક વિભાગ ( Gandhinagar Postal Department ) દ્વારા 12મી ઓગસ્ટ 2024ના રોજ સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ( Gandhinagar ) ખાતે “ડાક ચોપાલ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ઉદ્દેશ ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સામાવેશન અને અંત્યોદયના વિચારને છેવાડાના નાગરિક સુધી પહોચાડવાનું છે. “સરકારી સેવાઓને આપના દ્વાર સુધી લાવવી” પર કેન્દ્રિત આ પહેલ નાગરિકોને કેન્દ્રિત સેવાઓ જેવી કે નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ્સ બેંક સેવાઓ, ડીબીટી, ઇ-કોમર્સ અને નિકાસ સેવાઓ અંગે જાગૃતિ લાવશે. સરકારી કલ્યાણ યોજનાઓ અને તેમનાં ફાયદાઓ જનતાને પોસ્ટ ઑફિસ મારફતે પહોંચાડવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ( IPPB ) મારફતે, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો હવે મોબાઇલ બેન્ક તરીકે કાર્ય કરી રહ્યા છે, જે નાણાકીય સેવાઓને ( Financial services ) સીધા લોકો સુધી લઈ જાય છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ( Bhupendra Patel ) દ્વારા કરવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી “ડાક ચૌપાલ” પર વિશેષ કવર પણ બહાર પાડશે. આ પ્રસંગ માટે આદરણીય અતિથિઓ તરીકે ગુજરાત રાજ્યનાં કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ અને વિધાનસભાના સભ્યો હાજર રહેશે. તેમની ઉપસ્થિતિ રાજ્યના ડાક નેટવર્કના મહત્વને અને જાહેર સેવા વિતરણને મજબૂત બનાવવામાં સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ કાર્યક્રમમાં ડાક વિભાગ દ્વારા સેવાઓને આધુનિક બનાવવા અને તેમના વિસ્તાર માટે કરવામાં આવેલ તાજેતરના પ્રયત્નોનું પ્રદર્શન અને ચર્ચાઓ પણ સમાવિષ્ટ રહેશે.
Dak Chaupal: કાર્યક્રમની વિગતો:
-
તારીખ: 12મી ઓગસ્ટ 2024
-
સમય: સવારે 10.00 વાગ્યાથી શરૂ
-
સ્થળ: સ્વર્ણિમ સંકુલ, નવું સચિવાલય, ગાંધીનગર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.