News Continuous Bureau | Mumbai
- મહેસાણા-પાલનપુર ડબલ લાઇન, કલોલ-કડી-કટોસણ અને બેચરાજી-રણુંજ રેલવે (Railway) લાઇનના ગેજ કન્વર્ઝન સહિતના પ્રોજેક્ટ્સનો દેશને સમર્પણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ₹1,400 કરોડથી વધુના રેલવે (Railway) પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ મહત્વપૂર્ણ યોજનાઓ ખાસ કરીને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓ માટે કનેક્ટિવિટી (Connectivity), ઔદ્યોગિક વૃદ્ધિ અને રોજગારની નવી તકો ઉભી કરશે.
રેલવે (Railway) પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતને મળશે વિકાસનો નવો રસ્તો
₹537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે (Railway) લાઇનનું ડબલિંગ, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ લાઇનનું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન વડાપ્રધાન મોદી સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાતમાં મુસાફરો અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે સરળ, ઝડપી અને સુરક્ષિત મુસાફરીના વિકલ્પો ઊભા કરશે.
આ સમાચાર પણ વાંચો : Ganesh Pandal 2025: રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન : મંત્રી શ્રી હર્ષ સંઘવી
કનેક્ટિવિટી (Connectivity) વધારાથી લોજિસ્ટિક્સ અને રોજગારને મળશે ગતિ
આ પ્રોજેક્ટ્સથી અમદાવાદ-દિલ્હી રૂટ પર ટ્રેનોની ઝડપ વધશે અને વધુ પેસેન્જર તથા માલગાડીઓ ચલાવવા સહાય મળશે. બેચરાજી-રણુંજ ગેજ કન્વર્ઝન નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી અને ગતિ શક્તિ માસ્ટર પ્લાન હેઠળ કરવામાં આવ્યું છે, જેનાથી ગુજરાતના લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં સુધારો થશે. આ પહેલ રોજગાર સર્જન, ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને નવી ઊર્જા આપશે.
રેલવે (Railway) સેવાઓથી પ્રવાસન અને ઔદ્યોગિક વિસ્તારોને મળશે પ્રોત્સાહન
વડાપ્રધાન મોદી કડીથી કટોસણ રોડ-સાબરમતી પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઑફ કરશે અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવા શરૂ કરશે. પેસેન્જર ટ્રેન સેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળો સુધી પહોંચ સુલભ બનાવશે, જ્યારે કાર-લોડેડ માલગાડી સ્થાનિક ઔદ્યોગિક વિસ્તારોને મજબૂત કનેક્ટિવિટી (Connectivity) આપશે. આ પ્રોજેક્ટ્સ પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને હાઇ સ્પીડ પરિવહન સુવિધાઓ પ્રદાન કરીને “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત” તરફનો માર્ગ ખોલશે.