News Continuous Bureau | Mumbai
Dharmendra Pradhan: કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ( Mahatma Mandir Convention and Exhibition Centre ) , ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ભવિષ્ય માટે કાર્યબળ નિર્માણ કાર્યબળ: ઉદ્યોગ માટે કૌશલ્યનો વિકાસ 4.0 પરનાં ઉદઘાટન સત્રમાં હાજરી આપી હતી. આ અધિવેશનમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિકો, ગુજરાત સરકારના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા શ્રી પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ( Vibrant Gujarat Summit 2024 ) રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે દેશની વિકાસલક્ષી સફરને પ્રતિબિંબિત કરવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને આદર આપતા શ્રી પ્રધાને ગ્લોબલ હાઈ ટેબલ પર દેશનું સ્થાન વધારવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

Shri Dharmendra Pradhan attended the inaugural session on Building Workforce for Future -Skill Development for Industry 4.0 in Gandhinagar
તેમણે ઉલ્લેખ કર્યો હતો તે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, વિકાસનું ગુજરાત મોડેલ વિકસિત ભારત @2047ના ( Viksit Bharat@2047 ) દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે રાજ્યોના કૌશલ્યપૂર્ણ પ્રયત્નો માટે માર્ગદર્શક બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ અને કૌશલ્ય ઇકોસિસ્ટમમાં એનઇપીની આગેવાની હેઠળની સમન્વય દેશની યુવા શક્તિને ભવિષ્ય માટે તૈયાર કરશે.

Shri Dharmendra Pradhan attended the inaugural session on Building Workforce for Future -Skill Development for Industry 4.0 in Gandhinagar
શ્રી પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેવી રીતે ડેમોગ્રાફી, ડિમાન્ડ અને નિર્ણાયક સરકાર ભારતની ક્ષણનાં પરિબળો બની ગઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતની સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન સંસ્કૃતિએ દેશને જ્ઞાન અને કૌશલ્યનું કેન્દ્ર બનાવ્યું છે.
મંત્રીશ્રીએ વિશાળ જનસંખ્યાની નિપુણતા, ઉત્પાદકતા, કૌશલ્ય અને સક્ષમતા વધારવા વિશે પણ વાત કરી હતી. શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, કેવી રીતે ભારત ઇન્ડસ્ટ્રી 4.0નો ( Building Workforces for Future: Development of Skills for Industry 4.0 ) ઉપયોગ કરવા માટે દ્રઢપણે તૈયાર છે, જે ઉદ્યોગ અને નવીનતાની દુનિયામાં ફેલાયેલી છે.
મંત્રીએ એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે વિશ્વની વસતિ ઝડપથી વૃદ્ધ થઈ રહી છે, ત્યારે ભારતને તેના યુવાનો દ્વારા સશક્ત બનાવવામાં આવે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે નિષ્ણાતોએ સૂચવ્યું છે કે આગળનું 25-30 વર્ષ, દેશ કાર્યકારી વયની વસ્તીની દ્રષ્ટિએ આગળ રહેશે. વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના ધ્યેયને સાકાર કરવા માટે દરેકે, મુખ્યત્વે યુવાનોએ પોતાનું યોગદાન આપવું પડશે તેમ શ્રી પ્રધાને ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai Air Show 2024: મુંબઈમાં ‘એર શો’નું આયોજન.. આજથી શહેરના આ રસ્તાઓ ટ્રાફિક માટે બંધ રહેશે; જાણો વૈકલ્પિક માર્ગ!
Developing a global network for skill development is the key to prosperity and harmony in this highly interdependent world.
Congratulate the @VibrantGujarat family for initiating relevant discussions, exchange of best practices and mutually beneficial collaborations in the… pic.twitter.com/0NmJ9o9Rt1
— Dharmendra Pradhan (@dpradhanbjp) January 11, 2024
તેમણે ( Gandhinagar ) ગુજરાત અને તેના વિકાસલક્ષી, સમાવેશી અને સહભાગી મોડેલના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ‘ગુજરાત મોડલ’ની સૌથી મોટી તાકાત ‘મહિલા સંચાલિત વિકાસ’ છે.

Shri Dharmendra Pradhan attended the inaugural session on Building Workforce for Future -Skill Development for Industry 4.0 in Gandhinagar
શ્રી પ્રધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણને આગળ વધારવાના રાજ્યના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, એનઇપીને અનુરૂપ સરકાર કેવી રીતે શિક્ષણ અને કૌશલ્ય વચ્ચે વધારે સમન્વય સ્થાપિત કરવા ખંતપૂર્વક કામ કરી રહી છે. આજે, વિશ્વ તરફ જુએ છે ભારત પ્રતિ શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ઓછા ખર્ચ, ગુણવત્તા, ટકાઉ અને સ્કેલેબલ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
પાશ્વ ભાગ
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદૃષ્ટા નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સર્વસમાવેશક વૃદ્ધિ અને સ્થાયી વિકાસ માટે વ્યાવસાયિક જોડાણ, જ્ઞાન વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચોમાંના એક તરીકે વિકસી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ “વાઇબ્રન્ટ ગુજરાતનાં 20 વર્ષને સફળતાનાં શિખર સંમેલન તરીકે ઉજવે છે, જેની થીમ ‘ગેટવે ટૂ ધ ફ્યુચર’ છે.

Shri Dharmendra Pradhan attended the inaugural session on Building Workforce for Future -Skill Development for Industry 4.0 in Gandhinagar
આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.
સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેઇનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યૂએબલ એનર્જી તથા સસ્ટેઇનેબિલિટી તરફ ટ્રાન્ઝિશન જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Air India : ફલાઈટમાં વેજ મીલમાં ચિકનના ટુકડા, જૈન પેસેન્જર ભરાયું રોષે, કેન્દ્રીય મંત્રી સમક્ષ કરી આ માંગ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.