News Continuous Bureau | Mumbai
Gandhinagar : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ ( Polio Eradication Campaign-2024 ) અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ૨૩ જૂન ૨૦૨૪ અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ( anti-polio vaccination ) ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૭૨ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર ૧ લાખ ૩૩ હજાર ૯૫૬ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના ૩૩,૪૮૯ પોલિયો ( polio ) બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.
સમગ્ર રાજ્યમાં ૨૩ જૂન ૨૦૨૪ ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૪ અને ૨૫ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.

Statewide Pulse Polio campaign was launched from Gandhinagar by Chief Minister Shri Bhupendra Patel
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Chilli Powder: શું તમે નકલી લાલ મરચું ખાઓ છો? FSSAI એ જણાવ્યું કે ઘરે ભેળસેળવાળું લાલ મરચું કેવી રીતે ઓળખવું.. જુઓ વિડીયો…
ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબહેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.

Statewide Pulse Polio campaign was launched from Gandhinagar by Chief Minister Shri Bhupendra Patel
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.