Gandhinagar : રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

Gandhinagar : ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૭૨ લાખ ભૂલકાઓને ટીપાં પીવડાવાશે. ૨૪ અને ૨૫ જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે. ૧.૩૪ લાખ આરોગ્ય કર્મીઓ ૩૩,૫૦૦ બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે

News Continuous Bureau | Mumbai

Gandhinagar :  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ ( Polio Eradication Campaign-2024 ) અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ૨૩ જૂન ૨૦૨૪ અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ( anti-polio vaccination ) ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. 

Join Our WhatsApp Community

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૭૨ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર ૧ લાખ ૩૩ હજાર ૯૫૬ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના ૩૩,૪૮૯ પોલિયો ( polio  ) બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.

સમગ્ર રાજ્યમાં ૨૩ જૂન ૨૦૨૪ ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૪ અને ૨૫ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.

Statewide Pulse Polio campaign was launched from Gandhinagar by Chief Minister Shri Bhupendra Patel

Statewide Pulse Polio campaign was launched from Gandhinagar by Chief Minister Shri Bhupendra Patel

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો.

આ સમાચાર  પણ વાંચો :  Chilli Powder: શું તમે નકલી લાલ મરચું ખાઓ છો? FSSAI એ જણાવ્યું કે ઘરે ભેળસેળવાળું લાલ મરચું કેવી રીતે ઓળખવું.. જુઓ વિડીયો…

ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબહેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.

Statewide Pulse Polio campaign was launched from Gandhinagar by Chief Minister Shri Bhupendra Patel

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version