Western Railway : હાશકારો… પશ્ચિમ રેલવે આ સુપરફાસ્ટ એક્સપ્રેસ હવે પ્રતિદિન ચલાવશે..

Western Railway : ટ્રેન નંબર 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ના સંચાલન દિવસો લંબાવવામાં આવ્યા છે.

by kalpana Verat
western Railway Gandhidham-Jodhpur Superfast Express will now run daily

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ના સંચાલન દિવસો લંબાવવામાં આવ્યા  છે. આ ટ્રેન હવે પરિવર્તિત સમયની સાથે હવે ત્રિ સાપ્તાહિક ના બદલે પ્રતિદિન ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નં. 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ 24 માર્ચ 2025 થી ગાંધીધામથી (મંગળવાર, ગુરુવાર અને રવિવાર) ના બદલે પ્રતિદિન 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09:45 કલાકે જોધપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી જોધપુરથી (સોમવાર, બુધવાર અને શનિવાર) ને બદલે પ્રતિદિન 20.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.05 ગાંધીધામ પહોંચશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી  શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More