Site icon

Jainacharya: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ખાતે સોશિયલ સાયન્સ, ગ્લોબલ પોલિટિક્સ પર પ્રવચન, વૈશ્વિક સ્તરે થતાં ભેદભાવનો થશે પર્દાફાશ..

Jainacharya: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ખાતે જૈનાચાર્ય દ્વારા વૈશ્વિક સ્તરે થતાં ભેદભાવનો પર્દાફાશ થશે

Jainacharya Lecture on social science, global politics at Tata Institute, global discrimination will be exposed.

Jainacharya Lecture on social science, global politics at Tata Institute, global discrimination will be exposed.

News Continuous Bureau | Mumbai

Jainacharya: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ (TISS) ખાતે સૌ પ્રથમ વાર સોશ્યલ સાયન્સ, ગ્લોબલ પોલિટીક્સ વગેરે અનેક વિષયોનાં પ્રખર વિદ્વાન, ભગવાન મહાવીરના ૭૯માં પટ્ટધર જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ.સા.)નું પ્રવચન યોજાશે. ‘વર્તમાન વર્લ્ડ ઓર્ડરમાં કરાતાં ભેદભાવ અને અન્યાયની પાછળના મૂળ કારણો’ આ વિષય ઉપર જૈનાચાર્ય વેધક પ્રકાશ પાથરશે. વાસ્તવમાં, વૈશ્વિક સ્તર ઉપર અસમાનતા – અન્યાય અને ભેદભાવ ઉભો કરનારા પરિબળોએ પોતાની જાતને છૂપાવવા વિવિધ મહોરા, ભ્રામક પ્રચારો અને અસત્ય વિચારધારા ફેલાવી દીધી છે. તેથી આજના પ્રમુખ પ્રચાર માધ્યમોમાં ભેદભાવના મૂળ કારણો તરીકે કોઈક ભળતાં પરિબળોને જવાબદાર ઠેરવવામાં આવતા હોય છે. આ બધી ભ્રામક પ્રચાર પદ્ધતિઓનો પર્દાફાશ કરીને ભેદભાવ અને અસમાનતા ફેલાવનારા મૂળ પરિબળોને જૈનાચાર્યશ્રી દ્વારા ઘટસ્ફોટ કરાશે.

Join Our WhatsApp Community

Jainacharya: વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવી દેનાર ભેદભાવ અને અસમાનતાને ઢાંકી રાખવા માટે તેના સ્થાપિત હિતો દ્વારા ભેદભાવ અને અસમાનતાની વ્યાખ્યાઓ – પરિભાષાઓ અને પ્રસ્તુતિ પણ બદલીને વિકૃત કરી દેવામાં આવી છે. તેની પણ સાચી વ્યાખ્યાઓ અને સાચું સ્વરૂપ જૈનાચાર્ય શ્રી ઉજાગર કરશે. જૈનાચાર્યશ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા જૈન શાસ્ત્રો ઉપરાંત અન્ય ધર્મ શાસ્ત્રો, આધુનિક સાયન્સ, વૈશ્વિક રાજકારણ તથા સમાજ વિજ્ઞાનના ઉંડા જાણકાર છે. તેઓએ અનેક વખત તે – તે વિષયનાં પ્રખ્યાત વિદ્વાનોને માર્મિક માર્ગદર્શન આપીને આશ્ચર્યચકિત કરેલા છે. 13 ફેબ્રુઆરીના દિવસે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ખાતે પણ અનેક જાણકારો અને વિચારકોને તેઓ સચોટ માર્ગદર્શન આપશે.

આ સમાચાર પણ વાંચો: Global Capability Center Policy: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી’ લોન્ચ કરી, 2025-30 દરમિયાન આટલી નોકરીઓનું સર્જન થશે.

Jainacharya; વસુધૈવ કુટુંબકમ કી ઓર નું એક માર્મિક પ્રદર્શન:

જૈનાચાર્યશ્રીએ વૈશ્વિક સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે દર્શાવેલા ઉપાયોને અસરકારક રીતે આ પ્રદર્શનમાં રજૂ કરાશે.

ઉપરોક્ત પ્રદર્શનમાં જૈનાચાર્યશ્રીનું આરપાર વિઝન અને દાયકાઓ સુધીના રિસર્ચનો નિચોડ પ્રસ્તુત કરવામાં આવશે. જેની ભારતના ટોચ કક્ષાના વિદ્વાનોએ ખુલ્લા દિલે પ્રશંસા કરી છે.

કાર્યક્રમની વિગતો

તારીખ: 12-13 ફેબ્રુઆરી, 2025 (પ્રદર્શન)

સમય: 11:00 AM – 5:00 PM

પરિષદ: 13 ફેબ્રુઆરી, 2025

સમય: 10:00 AM – 12:00 PM

સ્થળ: ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સિસ (TISS), વી. એન. પુરવ માર્ગ, દિયોનાર, મુંબઈ – 400088

RSVP અને સંપર્કઃ

નિશિત ઝવેરી | +91 98929 83643

પત્રકારો અને પત્રકાર સંસ્થાઓ માટે વિશેષ કવરેજ અને ઇન્ટરવ્યૂ માટે, આયોજકો સાથે સંપર્ક કરવા અનુરોધ છે. આ ફક્ત એક પરિષદ નથી – આ એક વિચારપ્રવાહ છે જે ન્યાયને ફરીથી નિર્ધારિત/ પુનઃ પ્રસ્થાપિતકરશે, રૂઢ/ પાયાના પૂર્વગ્રહો /ભેદભાવોને પડકારશે અને વૈશ્વિક અસમાનતા માટે વાસ્તવિક ઉકેલો પ્રદાન કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Exit mobile version