News Continuous Bureau | Mumbai
- વિતરણ કાર્યક્રમમાં KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર અને ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા
- PMEGP હેઠળ રૂ. 350 કરોડની સબસિડીનું વિતરણ, ગુજરાતમાં 352 નવા એકમો દ્વારા 3872 લોકોને રોજગાર
- ગુજરાતમાં 244 ખાદી સંસ્થાઓ દ્વારા ૨૩૫૦૫ કાંતણકારો-વણકર અને ખાદી કામદારોને રોજગાર મળી રહ્યો છે
KVIC: કાર્યક્રમને સંબોધતા, KVIC ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા ઉપકરણો ફક્ત ઉપકરણો નથી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણ તરફ એક મજબૂત પગલું છે. આ સંસાધનો દ્વારા, લાભાર્થીઓ તેમની આજીવિકાને મજબૂત બનાવશે અને સાથે સાથે દેશના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં પણ યોગદાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહાત્મા ગાંધીના વિચારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાનો વધુ એક પ્રયાસ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai fire : મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં ખડકપાડા ફર્નિચર માર્કેટમાં ભભૂકી આગ; આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે; આકાશમાં ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા
KVIC: શ્રી મનોજ કુમારે માહિતી આપી હતી કે ગુજરાતમાં 244 નોંધાયેલ ખાદી સંસ્થાઓ દ્વારા 23,505 કારીગરો અને વણકરોને રોજગારી આપવામાં આવી રહી છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન 174.45 કરોડ રૂપિયા હતું અને કુલ વેચાણ 327.72 કરોડ રૂપિયા હતું. આ નાણાકીય વર્ષમાં PMEGP હેઠળ 1,255 નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા હતા, જ્યારે 150 કરોડ રૂપિયાથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5 નવા SFURTI ક્લસ્ટરોની સ્થાપના કરવામાં આવી છે.
KVIC: કાર્યક્રમ દરમિયાન, KVICના અધ્યક્ષે ખાદી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ પાંચ ગણું વધીને રૂ. 31000 કરોડથી રૂ. 155000 કરોડ થયું છે. ખાદીના કપડાંનું વેચાણ છ ગણું વધીને રૂ. 1081 કરોડથી વધીને રૂ. 6496 કરોડ થયું છે. અધ્યક્ષે કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં 213%નો વધારો થયો છે. આજે ખાદી માત્ર કાપડ નથી પરંતુ ભારતની ઓળખ બની ગઈ છે.” ખાદી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં 80%થી વધુ યોગદાન માતાઓ અને બહેનોનું છે.
વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પીએમઇજીપી એકમોના લાભાર્થીઓ, ખાદી કામદારો, ગુજરાત સરકાર અને કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.